ગોધરાના લીલેસરા ગામની જમીન પચાવી પાડવાના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

ગોધરા, ગોધરા તાલુકાના લીલેસરા ગામ જમીન પચાવી પાડવાના ખોટા દસ્તાવેજ ઉભા કરી કાવતરું રચનાર આરોપી સુલેમાન અબ્દુલ સત્તાર કુરકુર એ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી.

ગોધરા તાલુકાના લીલેસરા ગામે સર્વે નં.54/10વાળી જમીન પચાવી પાડવા માટે આરોપી સુલેમાન અબ્દુલ સત્તાર કુરકુરએ અન્ય આરોપીઓ સાથે મળીને પૂર્વ આયોજીત કાવતરું રચવામાંં આવ્યું હતું અને ખોટું સોગંનામું તેમજ ખોટું પેઢીનામું તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરી ભળતા નામાવાળી વ્યકિતની સાચી હકીકત છુપાવી પોતાનું કાવતરુંં પાર પાડી ગુનો કર્યો હતો. આ બાબતે પોલીસ ફરિયાદના આધારે આરોપી સુલેમાન અબ્દુલ સતાર કુરકુરને ઝડપીને જેલમાંં મોકલી આપવામાંં આવ્યો હતો. આરોપીએ એડી.સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં નિયમીત જામીન મેળવવા માટે અરજી મુકાઇ હતી. તે જામીન અરજીની સુનાવણી પાંચમા એડી.સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં સુનાવણી હાથ ધરતા સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલો તેમજ તપાસ અધિકારીઓના કાગળો જોતાં આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.