
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન દિવ્ય દૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવરાજ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ વર્ક બેઢીયા કોલેજમાં નિરાંત ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી દુર્ગા વિકાસ મહિલા મંડળ, વેજલપુર સાથે MOU (MEMORANDUM OF UNDERSTANDING) કરાર કરવામા આવ્યા. જેનો મુખ્ય હેતુ તાલીમ, સંશોધન, ક્ષેત્રકાર્ય તથા શૈક્ષણિક-સંશોધનાત્મકનો આદાનપ્રદાન કરવાનો અને વિકસાવવાનો છે. દેવરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વર્કના કોલેજના મેનેજીંગ ડાયરેકટર ધવલસિંહ પરમાર આવેલ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. કેમ્પસ ડાયરેક્ટર શૈલેષભાઈ ચૌધરી જણાવ્યું કે, આ સંસ્થા 2018 થી તાલીમાર્થીઓ માટે સોશિયલ વર્કની સેવા આપી રહ્યું છે. ખુબ જ ઓછા તાલીમાર્થીઓ થી શરૂ થયેલી સંસ્થા આજે હજારો તાલીમાર્થીઓ માટે વટવૃક્ષ સમાન ઊભી થઈ ભાવી ઘડતર ઊપયોગી તથા સામાજીક કાર્યોની પ્રેરણા પુરી પાડી છે. શ્રી દુર્ગા વિકાસ મહિલા મંડળ થી પધારેલ રાધાબેન એ જણાવ્યું કે, શ્રી દુર્ગા વિકાસ મહિલા મંડળ આજના સમાજમાં નારીની જાગૃતિ, કુરીવાજોની નાબુદી તથા મહિલાઓ સાથે ગૃહ ઉદ્યોગનું કાર્ય કરી સમાજ સેવાનું કાર્ય કરે છે. સંસ્થાના એજ્યુકેશન ડાયરેકટર ડો. ગીરીશકુમાર ચૌહાણે કાર્યક્રમની પુર્ણાહુતી કરતાં પધારેલ મહેમાનો, પ્રધ્યાપકો તથા વિધ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના મેનેજીંગ ડાયરેકટર ધવલસિંહ પરમાર તથા સચિનસિંહ પરમાર કેમ્પસ ડાયરેકટર, એજ્યુકેશન ડાયરેકટર ડો.ગીરીશકુમાર ચૌહાણ તથા કોલેજના આચાર્ય મનોજભાઈ પરમાર તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સફળ સમજૂતી કરાર કરવામાં આવ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો.