દેવેન્દ્ર ફડણવીસે હારની જવાબદારી લીધી, ડેપ્યુટી સીએમ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી

લોક્સભા ચૂંટણીના પરિણામો જાહેર થતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ભાજપની હારની સંપૂર્ણ જવાબદારી લીધી છે. એટલું જ નહીં રાજ્યમાં પાર્ટીની હારની જવાબદારી લેતા તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મહારાષ્ટ્ર સરકારની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘રાજ્યમાં એનડીએને જે બેકઅપ મળ્યું છે તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. હું આ હારની જવાબદારી લઉં છું. તેમણે વધુમાં કહ્યું કે હું ભાજપના વરિષ્ઠ નેતાઓને વિનંતી કરીશ કે મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે.

સરકારી જવાબદારીઓમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરતા દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે મને પાર્ટી સંગઠનની જવાબદારી સોંપવામાં આવે. મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હું સરકાર સાથે રહીશ અને માર્ગદર્શન કરતો રહીશ. તેમણે વધુમાં કહ્યું કે, ‘હું સરકારમાં રહેવાને બદલે રાજ્યમાં પાર્ટીની મજબૂતી માટે કામ કરવા માંગુ છું.’