દેવેન્દ્ર ફડણવીસ જ CM, શિંદે-પવાર ડેપ્યુટી CM:આજે બપોરે 3 વાગ્યે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 11 દિવસ બાદ ભાજપ વિધાનમંડળ પક્ષે દેવેન્દ્ર ફડણવીસને તેના નેતા તરીકે ચૂંટ્યા છે. ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પંકજા મુંડેએ ફડણવીસના નામનું સમર્થન કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડેપ્યુટી સીએમ માટે એકનાથ શિંદે અને અજિત પવારના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. મહાયુતિના ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.શપથ ગ્રહણ આવતીકાલે એટલે કે પાંચમી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં થશે. જેમાં મુખ્યમંત્રી અને બંને ડેપ્યુટી સીએમ શપથ લેશે. તેમની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે કે નહીં તે સ્પષ્ટ નથી.

ફડણવીસે કહ્યું- મિત્રોને સાથે લઈને આગળ વધવું છે : અમારે જનતાની ઇચ્છાનું ધ્યાન રાખવાનું છે અમારે તેમની આશા પર ખરા ઉતરવાનું છે. હું મારા બધા મિત્રોને સાથે લઈને આગળ વધીશ.

હવે શું થવાનું છે

  • ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ હવે ત્રણેય પક્ષોના નેતાઓ એટલે કે શિંદે, અજીત, ફડણવીસ અને કેટલાક નેતાઓ બપોરે 2 વાગ્યે એક બેઠક કરશે.
  • મહાયુતિની આ પ્રથમ સત્તાવાર બેઠક હશે. બેઠકમાં કેબિનેટ વિભાગને આખરી ઓપ આપવામાં આવશે.
  • બપોરે 3:30 વાગ્યે, ત્રણેય નેતાઓ એક પ્રતિનિધિમંડળ સાથે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

દેવેન્દ્ર ફડણવીસને ભાજપ વિધાયક દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા, ત્યારબાદ થાણેમાં ભાજપ કાર્યાલયોમાં લાડુ વહેંચવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

મુંબઈમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક શરૂ

મુંબઈમાં બીજેપી વિધાયક દળની બેઠક ચાલી રહી છે. સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મૂકશે, જ્યારે આશિષ શેલાર અને રવિન્દ્ર ચવ્હાણ આ પ્રસ્તાવને મંજૂરી આપશે.

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા CM બનશે

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપની કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 5 ડિસેમ્બરે સીએમ પદના શપથ લેશે. હાલ ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે.