અમેરિકામાં ૨૦૨૩માં ત્રણ બેંકો સિલિકોન વેલી બેંક, સિગદ્ઘેચર બેંક, ફર્સ્ટ રિપબ્લિક બેંક ડૂબી ગઈ હતી અને આ વર્ષે પણ એક બેંક રિપબ્લિક ફર્સ્ટ બેંક ડૂબી ગઈ છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં કેન્દ્રીય બેંક, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કરવામાં આવેલ વધારાને કારણે બેંકો કાચી પડવાની આ પરેશાની બહુ વધી ગઈ છે. સિલિકોન વેલી બેંકે કેટલાય ટેકનિકલ સ્ટાર્ટઅપ અને ઉદ્યમી મૂડી ફર્મને લોન આપી હતી. આ બેંક પાસે ૨૦૨૨ના અંતમાં ૨૦,૯૦૦ કરોડ ડોલરની સંપત્તિઓ હતી અને તે અમેરિકાની મોટી બેંકોમાં ગણાતી અને હાલના જ સમયમાં ડૂબનારી બેંકોમાં બીજી સૌથી મોટી બેંક માનવામાં આવે છે.
આ જ પ્રકારે સિગદ્ઘેચર બેંકે ન્યૂયોર્ક કાનૂની ફર્મ અને અચલ સંપત્તિ કંપનીઓને લોન સુવિધાઓ આપી હતી. આ બેંક પાસે ૨૦૨૨ના અંતમાં ૧૧ હજાર કરોડ ડોલરથી વધુની સંપત્તિ હતી અને અમેરિકામાં હાલના સમયમાં ડૂબનારી મોટી બેંકોમાં ચોથા સ્થાન પર આવે છે. જાન્યુઆરી ૨૦૨૪ સુધીના આંકડા અનુસાર, રિપબ્લિક ફર્સ્ટ બેંકની કુલ સંપત્તિઓ ૬૦૦ક રોડ ડોલર અને જમારાશિ ૪૦૦ કરોડ ડોલર હતી. ન્યૂજર્સી, પેન્સિલ્વેનિયા અને ન્યૂયોર્કમાં બેંકની ૩૨ શાખાઓ હતી, જેમને હવે ફુલ્ટન બેંકની શાખાઓ રૂપે ઓળખવામાં આવશે. કારણ કે ફુલ્ટન બેંકે આ બેંકની સંપત્તિઓ અને જમારાશિને ખરીદી લીધી છે. પીયૂ રિસર્ચ સંસ્થા અનુસાર, ૧૯૮૦ અને ૧૯૯૫ વચ્ચે અમેરિકામાં ૨૯૦૦ બેંકો કાચી પડી હતી.
આ બેંકો પાસે સંયુક્ત રૂપે ૨.૨ લાખ કરોડ ડોલરની સંપત્તિ હતી. આ પ્રકારે ૨૦૦૭થી ૨૦૧૪ વચ્ચે અમેરિકામાં ૫૦૦ બેંક, જેની કુલ સંપત્તિ ૯૫,૯૦૦ કરોડ ડોલર હતી, તે કાચી પડી હતી. કહેવાય છેકે વિશેષ પરિસ્થિતિઓને બાદ કરતાં અમેરિકામાં સામાન્ય રીતે બેંકો સફળ નથી થતી. પરંતુ આ સંબંધે અમેરિકાનો રેકોર્ડ તો કોઈ જુદી જ કહાની કહી રહ્યો છે. ૧૯૪૧થી ૧૯૭૯ વચ્ચે અમેરિકામાં સરેરાશ ૫.૩ બેંક દર વર્ષે કાચી પડી. ૧૯૯૬થી ૨૦૦૬ વચ્ચે સરેરાશ ૪.૩ બેંકો દર વર્ષે કાચી પડી અને ૨૦૧૫થી ૨૦૨૨ વચ્ચે સરેરાશ ૩.૬ બેંકો દર વર્ષે નિષ્ફળ ગઈ.
૨૦૨૨માં અમેરિકી બેંકોને ૬૨ હજાર કરોડ ડોલરનું નુક્સાન થયું હતું. તેના પહેલાં ૧૯૨૧થી ૧૯૨૯ વચ્ચે અમેરિકામાં સરેરાશ ૬૩૫ બેંક દર વર્ષે કાચી પડી છે. આ મોટાભાગે નાના આકરની બેંક અને ગ્રામીણ બેંકો હતી અને તે એક જ શાખાવાળી બેંકો હતી. અમેરિકામાં આવેલ ભારે મંદી દરમ્યાન ૧૯૩૦થી ૧૯૩૪ વચ્ચે નવ હજારથી વધુ બેંકો કાચી પડી હતી. તેમાં કેટલાય મોટા આકારના શહેરમાં કાર્યરત બેંકો પણ સામેલ હતી અને એ સમયે આ બેંકોમાં જમાર્ક્તાઓની ભારે રકમ ડૂબી ગઈ હતી. ૧૯૩૪થી ૧૯૪૦ વચ્ચે અમેરિકામાં સરેરાશ ૫૦.૭ બેંક દર વર્ષે બંધ કરવામાં આવી હતી. અમેરિકામાં આટલી માત્રામાં બેંકો કાચી પડવાનાં કારણોમાં મુખ્ય રૂતે ત્યાં નાની-નાની બેંકોની સંખ્યા ઘણી હોવાનું છે. બેંકોના ગ્રાહક બહુ ભણેલા અને સમજદાર છે. બેંકોમાં આવેલ નાનકડી પરેશાનીમાં પણ તેઓ બેંકમાંથી તરત પોતાની જમા રકમ કાઢવા પહોંચી જાય છે, જ્યારે બેંક દ્વારા આ રકમથી ઊભી કરવામાં આવેલ સંપત્તિને રોકડમાં પરિવર્તિત કરવામાં થોડો સમય લાગે છે.
આ દરમ્યાન બેંક જો જમાર્ક્તાઓને જમારાશિની ચૂકવણી કરવામાં અસફળ રહે છે તો તેને દેવાળિયા જાહેર કરી દેવામાં આવે છે અને આ પ્રકારે બેંકો કાચી પડે છે. કેટલીય વાર બેંકો દ્વારા કરવામાં આવેલ રોકાણની બજારમા કિંમત ઘડી જાય છે, એનાથી પણ બેંકો પોતાના ગ્રાહકોને જમારાશિ ચૂકવવામાં નિષ્ફળ જાય છે. હાલમાં જ અમેરિકામાં ફુગાવાનો દર નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી વ્યાજ દરોમાં સતત વધારો કરવામાં આવ્યો છે, જેનાથી આ બેંકો દ્વારા અમેરિકી બોન્ડમાં કરવામાં આવેલ રોકાણની બજારમાં કિંમત ઘણી ઘટી ગઈ. હવે આ બેંકોને બોન્ડમાં રોકાણની બજાર કિંમત ઓછી હોવાના સ્તર સુધી જોગવાઇ કરવાનું કહેવાયું છે અને આ રકમ આ બેંકો પાસે ઉપલબ્ધ જ નથી, જેને કારણે પણ આ બેંકો કાચી પડે છે. એક સર્વેમાં કહેવાયું છે કે આવનાર સમયમાં અમેરિકામાં ૧૯૦ અન્ય બેંકો અસફળ હોવાનો ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે વ્યાજ દરો વધવાથી લોનની માંગ બહુ ઘટી ગઈ છે. વિભિન્ન કંપનીઓએ પોતાના વિસ્તારની યોજનાઓ અટકાવી દીધી છે, તેનાથી નિર્માણની ગતિવિધિઓ પણ ઘટી છે.