દે.બારીયાના દેગાવાડા ગામે કુવામાં પડેલ દિપડાનું વન વિભાગે રેસ્કયુ કરાયું


દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા દેગાવાડા ગામમાં તા.29.10.2022 ના રોજ રાત્રે આશરે 9 થી 10 વાગ્યાના સમયગાળામાં દેવગઢ બારીયા તાલુકાની બારીઆ રેન્જના ડુખલી બીટ ના દેગાવાડા ગામના પટેલ ફળિયુંના રહીશ પ્રતાપભાઈ નાથુભાઈ પટેલના કુવામાં એક નર દીપડો જેની ઉંમર 4 થી 5 વર્ષ જણાઈ આવેલ છે. તેના શિકાર પાછળ દોડતા અકસ્માતે કુવામાં પડી ગયો હતો. જેને 15 કલાકની જેહમત બાદ બારીયા તેમજ સંજેલી રેન્જ સ્ટાફ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો. હાલ દીપડાને ઓબઝર્વેશન હેઠળ બામરોલી નર્સરી પર રાખેલ છે. હાલ દીપડો સ્વસ્થ હાલતમાં જણાઈ આવેલ છે.