દેવ દિવાળી નિમિત્તે દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી પટેલીયા સમાજની મિટિંગ મળી

  • ગરબાડા, દાહોદ કોઈ એક જગ્યાએથી ટિકિટ મળે તેવી બંને રાજકીય પક્ષો પાસે માંગણી કરવામાં આવી
    ગરબાડા,
    દાહોદમાં વસતા આદિવાસી પટેલિયા સમાજની એક દેવ દિવાળી નિમિત્તે એક બેઠક મીટીંગ દાહોદ ખાતે મળી હતી. જેમાં સમાજના દરેક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને ગરબાડા દાહોદ બે મત વિસ્તારમાં પટેલિયા સમાજના મતદારો હોવાથી બંને રાજકીય પક્ષો પાસેથી એક ટિકિટની માંગણી કરવામાં આવી હતી. આ બંને વિધાનસભામાં સમાજના મતદારો વધુ હોવાથી કોઈપણ એક જગ્યાએ સમાજનું પ્રતિનિધિત્વ મળે તેવી માંગણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ગરબાડા અને દાહોદ વિધાનસભામાં આદિવાસી પટેલિયા સમાજને પ્રતિનિધિ આપવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી. આ માંગણી બંને રાજકીય પક્ષોને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેમ છતાં જો આ સમાજને પ્રતિનિધિત્વ બંને રાજકીય પાર્ટીઓ નહીં આપે તો આવનાર સમયમાં યોગ્ય પ્રતિક્રિયા આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો.