વારાણસીમાં દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. મા ગંગાના કિનારે 84 ઘાટ અને 700 મંદિરોમાં 25 લાખ દીવા ઝગમગી રહ્યા છે. 8 ઘાટ પર લગભગ 60 મિનિટ સુધી આતશબાજી કરવામાં આવી. લેસર શોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પહેલા 21 અર્ચક અને 42 રિદ્ધિ-સિદ્ધિએ માતા ગંગાની મહાઆરતી કરી હતી. ગંગા આરતીમાં રેકોર્ડ એક લાખ લોકોએ ભાગ લીધો. લોકો આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. દશાશ્વમેધ, અસ્સી ઘાટ પર પ્રવાસીઓની ભારે ભીડ છે. દેવ દિવાળી જોવા માટે ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ફ્રાન્સ સહિત 40 દેશોમાંથી મહેમાનો આવ્યા. અનુમાન મુજબ દુનિયાભરમાંથી 15 લાખ લોકો કાશી પહોંચ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ ધનખર અને સીએમ યોગીએ ડમરુ વગાડ્યું.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને સીએમ યોગીએ કાશીમાં ડમરુ વગાડ્યું. ક્રુઝમાં સવાર થઈને ગંગા આરતીમાં ભાગ લીધો. લેસર શો અને આતશબાજી જોઈ.