દેવડેમ માંથી 2 ગેટ 1 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું

પંચમહાલ જિલ્લામાં પડી રહેલ વરસાદથી જિલ્લામાં આવેલા ડેમો ભરવા પામીયા છે. ત્યારે જિલ્લામાં આવેલા દેવ ડેમની વાત કરવામાં આવેતો દેવ ડેમમાં હાલની આવક 1289ક્યુસેક છે અને હાલની ડેમ ની સપાટી 89.65 મીટર છે.ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઇ ડેમમાં હાલ પાણી ની વાંક માં વધારો થવા પામિયો છે ડેમમાં 1591 ક્યુસેક પાણી ની આવક થતા ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું. દેવ ડેમનું રુલ લેવલ 88.37 મીટર છે અને ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું.