- પહાડોથી લઈને પેલેસ સુધીના ઓપ્શન્સ છે અવેલેબેલ
- NRGની પહેલી પસંદગી છે, ગુજરાતા આ સ્થળો
- ડેસ્ટિનેશન વેડિંગના એવા લોકેશન્સ, કે મહેમાનો આજીવન યાદ રાખશે.
બોલીવુડ અને હોલીવુડના સ્ટાર્સ ડેસ્ટિનેશન વેડિંગ કરે છે. ક્યારેક કોઈ બીચ પર તો ક્યારેક પહાડોની વચ્ચે, તો વળી ક્યારેક રાજસ્થાનના મહેલોમાં આ સ્ટાર્સ પોતાના લગ્ન રાખતા હોય છે, જેમાં 5-6 દિવસનો જબરજસ્ત જલસો હોય છે. પરંતુ જો તમે પણ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગો છો, અને બજેટ આ સ્ટાર્સ જેટલું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. અથવા તો જો તમે NRG છો, અને તમારે વતન ગુજરાતમાં જ લગ્ન કરવા છે, પરંતુ કંઈલ અલગ કરવું છે, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમારા માટે ગુજરાતના પાંચ બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ લોકેશન્સ શોધી કાઢ્યા છે. જેમાં બીચ, પહાડો અને મહેલો સામેલ છે. આ લોકેશન્સ એવા છે કે તમારા મહેમાનોના મોઢા ખુલ્લા રહી જશે. જો તમે, આ લગ્ન સિઝનનમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ડેસ્ટિનશન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે.
1. સાપુતારા ડેસ્ટિનેશન વેડિંગ
સાપુતારા તો તમે જાણો છો તેમ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ચોમાસામાં સાપુતારાની સુંદરતા એક અલગ સ્તરે ખીલી ઉઠે છે. જો તમે ક્યારેક સાપુતારા ફરવા ગયા હશો, તો ચોક્કસથી વાદળોની વચ્ચેથી દેખાતા પહાડોનો નજારો ભૂલી નહીં જ શક્યા હો. પરંતુ ચોમાસા સિવાય પણ અહીં વાતાવરણ એકમદ આહલાદક હોય છે. ખાસ કરીને શિયાળામાં ઠંડીની સાથે સાથે આંખને ટાઢક આપતી ગ્રીનરી જોરદાર ફીલિંગ આપે છે. જો તમે પહાડોમાં લગ્ન કરવા ઈચ્છતા હો તો સાપુતારા પર પસંદગી ઉતારી શકો છો. અહીં ટેન્ટથી લઈ રિસોર્ટ્સ અને હોટેલ્સ ઘણા બધા છે, જેને તમે રેન્ટ પર લઈને એકદમ કુદરતી વાતાવરણમાં લગ્ન ગોઠવી શકો છો.
2. કચ્છનું સફેદ રણ ડેસ્ટિનેશન વેડિંગ
કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. જેણે જેણે કચ્છની મુલાકાત લીધી છે, ખાસ કરીને સફેદ રણની તે આ વાત સાથે જરૂર સહમત થશે. કચ્છનું સફેદ રણ ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન જ જોવા મળે છે. બાકીનો સમય અહીં પાણી હોય છે. નજર પહોંચે ત્યાં સુધી માત્ર સફેદ અને માત્ર સફેદ જમીન જોવા મળે છે. તમે ઘણી ગુજરાતી ફિલ્મો અને ગીતોમાં પણ સફેદ રણની સુંદરતા જોઈ હશે. ધોરડોમાં સફેદ રણની નજીક ઘણા બધા રિસોર્ટ્સ છે. જો તમે સફેદ રણમાં વેડિંગ કરવા ઈચ્છો છો, તો તમે આ રિસોર્ટ્સ સાથે વાત કરી શકો છો. જો કે એક્ઝેટ સફેદ રણમાં કોઈ પણ એક્ટિવિટી કરવા માટે તમારે પરવાનગીની જરૂર પડશે. જેના માટે તમારે સ્થાનિક તંત્ર સાથે વાત કરવી પડશે.
3. ગીરનું અભયારણ્ય ડેસ્ટિનેશન વેડિંગ
એશિયાટિક લાયન ધરાવતું એક માત્ર સ્થળ એટલે ગીરનું અભયારણ્ય. લીલી છમ્મ વનરાજીથી સજ્જ, સિંહની ડણકથી ગાજતું ગીરનું અભયારણ્ય તો ગુજરાતનું સૌથી જાણીતું પ્રવાસન સ્થળ છે. જો કે અભયારણ્ય હોવાને કારણે અહીં કેટલીક પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ છે. પરંતુ જો ટ્રેડિશનલ થીમ પર લગ્ન કરવા ઈચ્છો છો, તો ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ગીર પર પસંદગી ઉતારી શકો છો. અહીં પણ હોટેલ્સ અને રિસોર્ટ આવી સર્વિસ પૂરી પાડે છે. સાથે જ જો તમે નેસમાં લગ્ન કરવા ઈચ્છો છો, તો તમારે એકવાર વન વિભાગ સાથે વાત કરીને પરવાનગી લેવી પડશે.
4. શિવરાજપુર બીચ ડેસ્ટિનેશન વેડિંગ
ડેસ્ટિનેશન વેડિંગ માટે ઘણા લોકોની પસંદગી બીચ પણ હોય છે. ખાસ કરીને તમે ફિલ્મોમાં આ જોયું હશે. હવે ગુજરાત એવું રાજ્ય છે, જેની પાસે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે, તો પછી આપણે ડેસ્ટિનેશન વેડિંગ માટે એક બીચ કેમ પસંદ ન કરી શકીએ. દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચ આ માટે હોટ ડેસ્ટિનશન બની શકે છે. અહીંની સફેદ રેતી અને બ્લૂ પાણી, ખુલ્લુ આકાશ તમારા પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દેશે.
5. લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરા ડેસ્ટિનેશન વેડિંગ
ડેસ્ટિનેશન વેડિંગની વાત કરીએ અને એક પણ પેલેસનો ઉલ્લેખ ન હોય તો કેવી રીતે ચાલે. ગુજરાતમાં પણ ઘણા મહેલો છે, જો કે વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ સૌથી બેસ્ટ છે. આ વિશાળ મહેલમાં ઘણી બધી ઈવેન્ટ્સ થાય છે અને તમે લગ્ન માટે પણ તેને ભાડે લઈ શકો છો. લખી રાખજો કે જો તમે લક્ષ્મી વિલાસ પેલેસમાં લગ્ન કર્યા, તો તમારા મહેમાનો તમારા લગ્નને આખી જીંદગી યાદ રાખવાના છે. અહીં તમને પોતાને પણ મહારાજ જેવી જ ફીલિંગ આવવાની છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડીથી ઠુઠવાયુ, માઇનસ ૩ ડિગ્રી તાપમાન નોંધાયું