મુંબઇ,પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ ’સિટાડેલ’ના પ્રમોશન માટે મુંબઈમાં છે. આ દરમિયાન પ્રિયંકા તેની પુત્રી માલતી મેરી જોનાસ ચોપરા સાથે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી હતી. પારંપારિક વોમાં સજ્જ પ્રિયંકાએ દીકરીને બાહુપાશમાં લીધી અને ભગવાન ગણેશના દર્શન કર્યા હતા.
પ્રિયંકા તેની પુત્રી સાથે પહેલીવાર ભારત આવી છે. પ્રિયંકા મંદિરમાં હળવા વાદળી પારંપરિક વોમાં જોવા મળી હતી. પોતાની દીકરીને ખોળામાં લઈને તેણે ભગવાનની મૂર્તિ તરફ માથું નમાવ્યું અને તેના આશીર્વાદ માગ્યા. પ્રિયંકાએ મંદિરમાં પંડિતજી પાસે દીકરીને તિલક કરાવ્યું હતું.
પ્રિયંકા ટૂંક સમયમાં વેબ સીરિઝ ’સિટાડેલ’માં જોવા મળશે. આ સીરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ૨૮ એપ્રિલે આવશે. આ સિવાય પ્રિયંકા સેમ હેગન સાથે ’લવ અગેન’માં પણ જોવા મળશે. આ ફિલ્મ ૧૨ મેના રોજ રિલીઝ થશે. હાલમાં પ્રિયંકા આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે ’જી લે ઝરા’નું શૂટિંગ કરી રહી છે.