દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. દેશમાં ગત 24 કલાકમાં 26,291 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે 118 લોકોના મોત થયા છે. ગઈકાલે 25,320 પોઝિટિવ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 99 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચુકી છે. આ તમામ સમાચારો વચ્ચે મોટા સમાચાર એ છે કે મોદી 17મીએ દેશના તમામ સીએમ સાથે એક બેઠક કરી શકે છે. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવાઈ શકે છે. 17 માર્ચના રોજ યોજાનારી આ બેઠકમાં વધતા કેસો અને કોરોના વેક્સિન મામલે સીએમ સાથે ચર્ચા થઈ શકે છે. પીએમ આ સમયે કોરોના વેક્સિન મામલે ફીડબેક પણ લઇ શકે છે. આ વીડિયો કોન્ફરન્સ યોજાશે.
દેશમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસો વચ્ચે તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક બોલાવી છે. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે 17મી માર્ચે તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક કરી આગામી સમયમાં કોરોના સંક્રમણને કેવી રીતે અટકાવી શકાય તેના વિશે વિસ્તૃત ચર્ચા કરશે. પીએમ મોદીએ 17 માર્ચે 12.30 કલાકે બેઠક બોલાવી છે. કોરોના સંક્રમણ અંગે થઇ શકે છે મોટો નિર્ણય લેવાઈ શકે છે.
- દેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે મોટા સમાચાર
- PM મોદીએ તમામ રાજ્યના CMની બોલાવી બેઠક
- 17 માર્ચે પીએમ મોદીએ બોલાવી બેઠક
- 17 માર્ચે 12.30 કલાકે બોલાવી બેઠક
- કોરોના સંક્રમણ અંગે થઇ શકે છે મોટો નિર્ણય
દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1,13,85,339 પહોંચી ગઈ
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે આજે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 1,13,85,339 પહોંચી ગઈ છે, તેમાંથી 1,58,725 લોકોના મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને 2,19,262 થઈ છે જ્યારે કુલ સ્વસ્થ થાનારા દર્દીઓનો આંકડો 1,10,07,352 થયો છે. ગઈકાલે 17,455 દર્દીઓ સ્વસ્થ થયાં, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,99,08,038 લોકો વેક્સિન લઈ ચુક્યાં છે. ICMRના જણાવ્યું અનુસાર દેશમાં કાલ સુધીમાં કોરોના માટે કુલ 22,74,07,413 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. જેમાંથી 07,03,772 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્ય બન્યું
દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્ય બન્યું છે પરંતુ તેની સાથે-સાથે હવે મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એ સિવાય દેશમાં ગુજરાત, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં પણ કેસો વધી રહ્યાં છે. તેને જોતા કેન્દ્ર સરકારે એ રાજ્યોમાં પણ સતર્કતા રાખવા જણાવ્યું છે જ્યાં સ્થિતિ કંટ્રોલમાં છે. નીતી આયોગના સભ્ય વીકે પોલે પણ આ અઠવાડિયે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે કારણ કે ત્યાં અનેક શહેરોમાં સખ્ત લોકડાઉન લાગૂ કરવું પડી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપી ગતિ સૌથી વધુ ચિંતામાં વધારો
મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપી ગતિ સૌથી વધુ ચિંતામાં વધારો કરી રહી છે. રવિવારે રાજ્યમાં 16,620 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. આ સંખ્યા 162 દિવસ પછી સૌથી વધુ છે. આ પહેલાં 30 સપ્ટેમ્બર 18,317 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા એક મહિનામાં અહીં અઢી લાખ દર્દીઓ વધ્યા છે. 14 ફેબ્રુઆરી સુધીમાં 20 લાખ 64 હજાર લોકોને અહીં સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 14 માર્ચે આ આંકડો 23 લાખ 14 હજાર પર પહોંચી ગયો છે. જેમાંથી 94,686 માત્ર 7 દિવસમાં જ પોઝિટિવ મળી આવ્યા છે.
છેલ્લાં 24 કલાકમાં વધુ 890 કોરોના પોઝિટિવ કેસ
ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 890 કેસ નોંધાયા છે તો 594 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 955 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. જેના કારણે કુલ 4425 દર્દીઓના આજદિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4717 પર પહોંચી ગઇ છે તો 56 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 209, સુરતમાં 262, વડોદરામાં 93 અને રાજકોટમાં 95 નવા કેસ નોંધાયા છે.