દેશભરમાં કોરોના વેકસીન કોરોના યોદ્ધાઓને ફ્રી

દેશમાં કોરોના વેક્સિન માટે મંજુરી મળી ગઇ છે અને આગામી દિવસોમાં વેક્સિનેશનની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે તે સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જાહેર કર્યું છે કે તમામ લોકો માટે વેક્સિન નિ:શુલ્ક હશે એટલે કે વેક્સિનેશન માટે સરકાર કોઇ ચાર્જ સરકાર લેશે નહીં. તેવી જાહેરાત કર્યા બાદ આરોગ્ય મંત્રીએ તેમના ટવીટમાં ફેરવીને તોળતા જણાવ્યું હતું કે 3 કરોડ કોરોના યોદ્ધાઓને વેકસીન ફ્રી મળશે. આમ તેમના બે પ્રકારના વિધાનોથી દ્વીધા સર્જાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવતા હવે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનશે તેવા સંકેત છે. અગાઉ દિલ્હી અને બિહારમાં કોરોના વેક્સિન લોકોને મફતમાં લગાવવામાં આવશે તેવી જાહેરાત થઇ હતી તે અંગેના પ્રશ્ર્નના જવાબમાં હર્ષવર્ધને જાહેર કર્યું હતું કે આ બે રાજ્યો જ નહીં દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વેક્સિન કોઇપણ ચાર્જ વગર પુરુ પાડવામાં આવશે. દેશમાં આજથી કોરોના વેક્સિન ટ્રાયલ રન શરુ થઇ ગઇ છે અને આગામી સપ્તાહમાં વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવશે તેવી શકયતા છે. તેઓએ જણાવ્યું હતું કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે પરંતુ આ ડોઝ કોને અપાશે તે અંગે તેઓએ મોન સેવ્યું હતું.

દેશમાં કોરોનાની વેકસીનને ઈમજન્સી ઉપયોગની મંજુરી આપવામાં આવી છે અને હવે આગામી સપ્તાહથી દેશમાં વેકસીનેશન શરુ થશે. તે વચ્ચે આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધને દેશમાં જે રીતે પ્રાથમીકતા નકકી થઈ છે તે રીતે 1 કરોડ આરોગ્ય કર્મચારીઓ તથા કોરોના સંક્રમણ સામેની કામગીરીમાં જોડાયેલા બે કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ ને વેકસીન ફીમાં આપવામાં આવશે. હર્ષવર્ધને ફકત દિલ્હી નહી દેશભરમાં કોરોના વેકસીન ફીમાં આપવામાં આવશે તેવો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે સરકાર દેશના દરેક નાગરિકને કોરોના સંક્રમણની બચાવવા માંગે છે પણ બાદમાં તેઓએ ટવીટ કરીને પહેલા 1 કરોડ હેલ્થ વર્કર્સ અને બાદમાં બે કરોડ ફ્રન્ટલાઈન વર્કરને વેકસીન મફત અપાશે. તેઓએ દેશમાં કોરોના વેકસીન ફ્રીમાં અપાશે તેવા વિધાનો ટવીટમાં ટાળ્યા છે.

શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે ચાલુ સપ્તાહે 4 કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાશે. જો કે બિહારમાં ભાજપે જ તેના ચૂંટણી ઢંઢેરામાં રાજયમાં કોરોના વેકસીન મફત આપવાની જાહેરાત કરી જ છે તો દિલ્હીમાં કેજરીવાલ સરકારે સ્પષ્ટ કર્યુ છે કે કેન્દ્ર આપે કે ન આપે દિલ્હીના દરેક નાગરિકને કોરોના વેકસીન મફતમાં મળશે. દેશમાં પ્રથમ તબકકે 30 કરોડ લોકોને વેકસીન આપવાનો કાર્યક્રમ છે. શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે બાકીના 27 કરોડ લોકોને જુલાઈ સુધીમાં વેકસીન અપાઈ જાય તેવી શકયતા છે.