વેરાવળ, વેરાવળ દરિયા કિનારેથી રૂ. ૩૫૦ કરોડનું હેરાઈન ઝડપાયું છે. જેના પર રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી બિરદાવી છે. જેના સાથે જ તેમણે જણાવ્યું કે, ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા છે.
રાજ્ય સરકાર દ્વારા નશામુક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સતત નશીલા પદાર્થને જપ્ત કરવામાં આવી રહ્યું છે. આ અંગે વેરાવળના દરિયામાંથી રૂ. ૩૫૦ કરોડનું હેરોઈન ઝડપાયું છે. જેના અંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસની સતર્કતાથી હેરોઈન ઝડપાયું છે. જે વિદેશમાં પાકિસ્તાન, ઈરાન દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું હતું.
આ સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ નાશની રકમથી અનેક ષડયંત્રો થઈ શકે છે. જેમાં અનેક ષડયંત્રો કરવા માટે દેશ વિરોધી તત્ત્વો સક્રિય હતા અને તેના પર મોટી સફળતા મળી રહી છે. આ સાથે જ સમગ્ર ઘટનામાં અનેક નવા ખુલાસા આગામી દિવસોમાં થઈ જશે. લોકો નું જીવન નશો બરબાદ કરે છે.
વેરાવળના દરિયામાંથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. તેમજ રીસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે. જેમાં નલિયા ગોદી કાંઠેથી ૩૫૦ કરોડનું હેરોઈન ઝડપાયું છે. તેમાં ગુજરાત છ્જીએ હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી છે.