દેશની સૌથી લાંબી ’ટનલ’ ટનલ ટી-૫૦ નો પ્રારંભ

જમ્મુ.વડાપ્રધાન મોદીએ મંગળવારે ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક (યુએસબીઆરએલ)પર દેશની સૌથી લાંબી રેલવે ટનલનું ઉદઘાટન કર્યું હતું. આ ટનલ ટી-૫૦ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સાથે જ તેમણે કાશ્મીર ખીણની પહેલી વિદ્યુતીકૃત ટ્રેનને લીલીઝંડી દેખાડી હતી. આ ટ્રેન શ્રીનગરથી સંગલદાન વચ્ચે દોડશે.

આ રેલમાર્ગ શરૂ થવાથી સ્થાનિક લોકોએ ખુશી દર્શાવી હતી તેમણે કહ્યું હતું કે, શ્રીનગર જવામાં ઘણો સમય લાગતો હતો અને એક હજાર રૂપિયા ખર્ચ થતો હતો.હવે ટનલથી સમયની બચત થશે અને ભાડુ પણ ૧૦૦ રૂપિયાથી ઓછુ થશે.

ઈમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે ટનલની અંદર સુરક્ષાનાં બધા ઉપાયો કરવામાં આવ્યા છે.ઈમરજન્સીની સ્થિતિમાં યાત્રીઓને બહાર કાઢવા માટે ’ટી-૫૦’ ને સમાંતર બચાવ ટનલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આગ લાગવાની ઘટનાનો સામનો કરવા પીલના બન્ને કિનારે પાઈપ બિછાવાઈ છે.દર ૩૭૫ મીટરે એક વાલ્વ લગાવવામાં આવેલ છે જેથી આગની જવાળાઓને બુઝાવવા માટે ટ્રેનની બન્ને બાજુથી પાણીનો મારો ચલાવી શકાય.