નવીદિલ્હી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાયું હતું અને દાવો કર્યો હતો કે દેશનો દરેક યુવક સમજી ગયો છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રોજગાર આપી શક્તી નથી. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર પોસ્ટ કર્યું, ’ભારતના કુલ વર્કફોર્સમાં ૮૩ ટકા બેરોજગાર યુવાનો છે. ૨૦૦૦માં કુલ બેરોજગારોમાં શિક્ષિત યુવાનોનો હિસ્સો ૩૫.૨ ટકા હતો. ૨૦૨૨માં તે વધીને ૬૫.૭ ટકા એટલે કે લગભગ બમણું થઈ ગયું છે.
કોંગ્રેસના ચૂંટણી વચનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ’કોંગ્રેસ પાર્ટી પાસે યુવાનોને રોજગાર આપવા માટે નક્કર યોજના છે. ૩૦ લાખ ખાલી પડેલી સરકારી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવશે, દરેક સ્નાતક/ડિપ્લોમા ધારકને વાર્ષિક રૂ. ૧ લાખની એપ્રેન્ટિસશિપ, પેપર લીક સામે નવો કડક કાયદો લાવવામાં આવશે અને સ્ટાર્ટ-અપ્સ માટે રૂ. ૫૦૦૦ કરોડનું રાષ્ટ્રીય ભંડોળ બનાવવામાં આવશે.