દેશના સેવન સ્ટાર રેન્કિંગ  શહેરોમાં સુરતને સ્થાન, શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પુરસ્કાર

સુરત, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩ના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશમાંથી ઇન્દોર, નવી મુંબઈ અને સુરત ને સ્થાન માત્ર મળ્યું છે.આ પુરસ્કાર શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે આપવામાં આવ્યો છે.

તાજેતરમાં સુરત ગુજરાતમાં સેવન સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં માત્ર સુરતને માન મળ્યું છે. નોંધનીય છેકે, કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દિવાળી દરમિયાન સુરતની વિઝિટ કરી ગઈ હતી. જેના અંગેનું પરિણામ ૫ જાન્યુઆરીના જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩ના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં હાલ ત્રણ શહેરોને જ સેવન સ્ટાર તરીકેનું બહુમાન મળ્યું છે. આ વચ્ચે ઈન્દોર, નવી મુંબઈ અને સુરતના નામ શામેલ થયા છે.

આ અગાઉ ગત વર્ષે સુરતને ફાઈવ સ્ટાર રેંકિંગ મળ્યું હતું. જેમાં ગાર્બેજ ફ્રી સિટી તરીકે કેટલાક માપદંડોને આવરી લેવાયા હતા. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા દર વર્ષે જાહેરાત કરે છે. જેમાં શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાની જાહેરાત કરે છે. કેટલાક માપદંડોના આધારે ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.