દેશમાં વાઘની સંખ્યા વધીને ૩ હજાર ૧૬૭ થઈ ગઈ છે : વડાપ્રધાન

નવીદિલ્હી,વડાપ્રધાન મોદીએ વાઘના નવા આંકડા જાહેર કર્યા છે દેશમાં વાઘની સંખ્યા વધીને ૩૧૬૭ થઈ, વડાપ્રધાન મોદીએ કહ્યું ‘દુનિયાના ૭૫ ટકા વાઘ ભારતમાં છે’ જ્યારે ૪ વર્ષમાં દેશમાં ૨૦૦ વાઘ વધ્યા છે . પીએમ મોદીએ વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કર્યા છે અગાઉ ૨૦૧૮માં આ સંખ્યા ૨૯૬૭ હતી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ‘આ અમારા માટે વધુ સુખદ છે કે જ્યારે આપણે આપણી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે, તે જ સમયે વિશ્ર્વના લગભગ ૭૫ ટકા વાઘ ફક્ત ભારતમાં જ છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંદીપુર મુદુમલાલ ટાઈગર રિઝર્વ પહોંચ્યા છે. પીએમ મોદીએ દેશમાં વાઘની સંખ્યાના નવા આંકડા જાહેર કર્યા છે. આ સાથે દેશમાં વાઘની સંખ્યા વધીને ૩ હજાર ૧૬૭ થઈ ગઈ છે. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે દેશમાં ૪ વર્ષમાં ૨૦૦ વાઘ વધ્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દુનિયાભરમાં વાઘની વસ્તી ઘટી રહી છે તો ભારતમાં કેમ વધી રહી છે. જવાબ એ છે કે ભારતીય સમાજમાં જૈવ-વિવિધતા માટેની આપણી કુદરતી ઇચ્છા આપણી સફળતાની અંદર છુપાયેલી છે.

પીએમએ આ મુદ્દે કહ્યું હતુ કે ઇકોલોજી અને ઇકોનોમી વચ્ચે તફાવત નથી કરતા, પરંતુ બંને વચ્ચેના અસ્તિત્વને મહત્વ આપીએ છીએ. આપણી પાસે વાઘને લગતો હજારો વર્ષ જૂનો ઈતિહાસ છે. એમપીમાં ૧૦ હજાર વર્ષ જૂની રોક આર્ટ્સમાં વાઘની તસવીરો છે. પીએમે પ્રોજેક્ટ ટાઈગરની વર્ષગાંઠ પર કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જે અહીં વાઘને બચાવવા માટે ૫૦ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે આજે દેશમાં વાઘની વસ્તીના આંકડા પણ જાહેર કર્યા.

પ્રોજેક્ટ ટાઈગર ભારત માટે ગર્વની ક્ષણ છે. પીએમે કહ્યું કે જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મેં સિંહો પર કામ કર્યું હતું. ત્યાં મને જાણવા મળ્યું કે આ માટે સ્થાનિક લોકો અને પ્રાણીઓ વચ્ચે લાગણી અને અર્થવ્યવસ્થાનો સંબંધ હોવો જોઈએ. તેથી જ અમે ગુજરાતમાં વાઇલ્ડલાઇફ ફ્રેન્ડ પ્રોગ્રામ શરૂ કર્યો. અમે પતન કાર્યક્રમ માટે પુનર્વસન કેન્દ્ર પણ ખોલ્યું. ફોરેસ્ટરની પણ ભરતી કરી હોવા અંગે પણ પીએમ મોદીએ જણાવ્યું હતુ.