દેશમાં સામાન્ય ચુંટણી પહેલા ઈ-પાસપોર્ટ સિસ્ટમ લોન્ચ કરવા સરકારની તૈયારી

નવીદિલ્હી, સરકાર દેશમાં સામાન્ય ચુંટણી પહેલા ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરવાની કોશીશ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે તેના માટે નાગર વિભાજન અને ગૃહ મંત્રાલય સામે મળીને વિદેશ મંત્રાલય તૈયારીમાં લાગી ગયું છે. આવતા મહિનાથી આખરમાં કે માર્ચની શરૂઆતમાં તેને લોન્ચ કરી દેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઈ-પાસપોર્ટ ઈસ્યુ થયા બાદ યાત્રા કરનાર તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીઓને યાત્રા કરવાના કમ સે કમ ૭૨ કલાક પહેલા પોતાની તમામ ડિટેલ સંબંધીત એજન્સીને આપવી પડશે, આથી ઈ-પાસપોર્ટ વાળા યાત્રીએ એરપોર્ટ પર ફરી ઈમીગ્રેશન કલીયર કરાવવામાં લાઈનમાં ઉભા નહીં રહેવું પડે.ઈ-પાસપોર્ટ વાળા યાત્રીનો પાસપોર્ટ નંબર અને વિઝા સહિત અન્ય જાણકારીઓ પહેલાથી જ સંબંધીત એજન્સીને મોકલી દેવાશે.ત્યાંથી ગ્રીન સિગ્નલ મળતા જ યાત્રી આરામથી ઈમીગ્રેશન કલીયર કરી લેશે. આ બિલકુલ મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી કરવા જેવો અનુભવ હશે. ઈ-પાસપોર્ટ સિસ્ટમમાં યાત્રી કેટલીક વારમાં જ ઈમીગ્રેશન કિલયરન્સ કરી લેશે. તેના માટે દિલ્હી અને મુંબઈ સહિત અન્ય ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ઈ-પાસપોર્ટ માટે ઈમીગ્રેશન કિલયરન્સ કરાવવા માટે સીસ્ટમ લગાવવાની વાત થઈ રહી છે, જેથી જો ફેબ્રુઆરી કે માર્ચમાં આ સિસ્ટમને લોન્ચ કરવામાં આવે તો પછી આંતરરાષ્ટ્રીય વિમાન મથકો પર ટુંક સમયમાં ઈમીગ્રેશન કલીયરન્સ થવાનો ફાયદો પણ યાત્રીઓને મળી શકે.

આ સિસ્ટમથી શું થશે ફાયદો: ઈ-પાસપોર્ટથી અનેક પ્રકારના ફાયદા છે. એક્સપર્ટનું કહેવું છે કે ઈ-પાસપોર્ટ વાળાને દુનિયાના લગભગ ૧૦૦ દેશોનું ઝડપથી ઈમીગ્રેશન કિલયરન્સના રૂપમાં ફાયદો મળશે.યાત્રીની બધી ડિટેલ એક અપમાં હશે. સાથે સાથે યાત્રીની ઓળખ નિશ્ર્ચિત કરવા માટે તેના ચહેરાની સાથે સાથે જ બાયોમેટ્રીક ડિટેલ પણ તે અપ સાથે હશે. આથી અસલી-નકલી અને અપરાધીની સરળતાથી ઓળખ થઈ જશે. કોઈ કબુતરબાજી ઘટનાને અંજામ નહીં આપી શકાય.