નવીદિલ્હી,
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (સીધા વેરાની આવક) ૨૪ ટકા વધીને રૂ.૧૫.૬૭ લાખ કરોડ થયું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, રિફંડ માટે એડજસ્ટ કર્યા પછી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ.૧૨.૯૮ લાખ કરોડ થયું હતું, જે ૧૮.૪૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
સીબીડીટીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રત્યક્ષ કર વસૂલાતના સુધારેલા અંદાજના લગભગ ૭૯ ટકા છે. ચાલુ નાણાકીય વર્ષ માટેના સુધારેલા અંદાજમાં પ્રત્યક્ષ કરની આવક રૂ.૧૬.૫૦ લાખ કરોડની છે, જે રૂ.૧૪.૨૦ લાખ કરોડના બજેટ અંદાજ કરતાં વધુ છે. અત્યાર સુધીના પ્રત્યક્ષ કર વસૂલાતના કામચલાઉ આંકડાઓ સતત વૃદ્ધિ જોવાઈ છે. ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીના પ્રત્યક્ષ કરની વસૂલાત દર્શાવે છે કે કુલ કલેક્શન રૂ.૧૫.૬૭ લાખ કરોડ છે જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૨૪.૦૯ ટકા વધુ છે, તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ એક નિવેદનમાં જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં (૨૦૨૨-૨૩), પ્રત્યક્ષ કર (જેમાં આવક અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે) માંથી આવક ૨૦૨૧-૨૨ ના નાણાકીય વર્ષમાં જ્યારે ૧૪.૦૮ લાખ કરોડ રૂપિયાનું કલેક્શન હતું તેની સરખામણીમાં ૧૭ ટકાથી વધુ વૃદ્ધિનો અંદાજ છે. એપ્રિલથી ૧૦ ફેબ્રુઆરીની વચ્ચે, ગ્રોસ કોર્પોરેટ ઈક્ધમ ટેક્સ અને ગ્રોસ પર્સનલ ઈક્ધમ ટેક્સ કલેક્શનનો વૃદ્ધિ દર અનુક્રમે ૧૯.૩૩ ટકા અને ૨૯.૬૩ ટકા હતો.રિફંડના એડજસ્ટમેન્ટ પછી,સીઆઇટી કલેક્શનમાં ચોખ્ખી વૃદ્ધિ ૧૫.૮૪ ટકા છે અને પીઆઇટી કલેક્શનમાં ૨૧.૨૩ ટકા ૧ એપ્રિલ, ૨૦૨૨ થી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન રૂ. ૨.૬૯ લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન જારી કરાયેલા રિફંડ કરતાં ૬૧.૫૮ ટકા વધુ છે.