દેશમાં હિન્દૂ દીકરીઓ સુરક્ષિત નથી, દેશમાં તાત્કાલિક એન્ટી લવ જેહાદ કાયદો લાવવો જોઈએ : પ્રવીણ તોગડીયા

વલસાડ, વલસાડ જિલ્લાના પ્રવાસે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદનો એક કાર્યક્રમ યોજાયો હતો. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં રાષ્ટ્રીય બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગની પુર્ણાહુતીનો કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રવીણ તોગડિયા રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડના અબ્રામા ખાતે સરસ્વતી સ્કૂલમાં રાષ્ટ્રીય બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગની પુર્ણાહુતીનો કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ.પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. એ વિધર્મી યુવક દ્વારા એક યુવતીની જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આથી આ મામલે દેશભરમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ આવેલા પ્રવીણ તોગડીયા એ પણ દિલ્હી ના બહુચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસ પર નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતમાં દેશમાં હિંદુ બહેન દીકરીઓ સુરક્ષિત નહિ હોવાનું જવાવ્યું હતું.સાથે જ વિઘર્મીઓ દ્વારા હિન્દુ દીકરીઓની પ્રેમ જાળમાં ફસાવી કરવામાં આવી રહેલી હત્યા ના મામલાઓને ગંભીરતાથી લઈ દેશમાં તાત્કાલિક એન્ટી લવ જેહાદ કાયદો બનાવવો જોઈએ તેવી માંગ કરી હતી. વધતી જતી આવી ઘટનાઓ ને લઈ આગામી સમયમાં પ્રવીણ તોગડીયાના સંગઠન દ્વારા ગુજરાત અને દેશભરની શાળાઓ અને અન્ય સંસ્થાઓ માં હિન્દુ બહેન દીકરીઓ ને આત્મરક્ષાની ટ્રેનીંગ આપવામાં આવશે. સાથે જ બહેન દીકરીઓ ને આત્મરક્ષા માટે સુરક્ષા કીટ પણ આપવામાં આવશે તેવુ તોગડિયાએ જણાવ્યું હતું. સાથે દેશ ભરમાં હિન્દૂ સંગઠનના આગેવાનોની ટાર્ગેટ કિલિંગથી કરવામાં આવેલી હત્યાને ટાર્ગેટ કરીને જણાવ્યું હતું કે દેશમાં હિંદુઓ સુરક્ષિત નથી. લવ જીહાદ ની ઘટનાઓને લઈને હિન્દૂ બહેન દીકરીઓ સુરક્ષિત ન હોવાનો દાવો કર્યો હતો. કેરલા ફિલ્મ બાદ શુ હોવી વડોદરા ફિલ્મ, દિલ્હી ફિલ્મ, સુરત ફિલ્મ, વલસાડ ફિલ્મ જેવી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ? કેરલા ફિલ્મ હિન્દુઓ માટે શરમ જનક ફિલ્મ ગણાવી હતી. દેશમાં તાત્કાલિક એન્ટી લવ જીહાદ કાયદો લાવવો જોઈએ તેવી પ્રવીણ તોગડીયાએ માંગ કરી છે.

આગામી દિવસોમાં દીકરીઓને સુરક્ષા કવચ આપવાની તૈયારી અંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. વેપના કાયદામાં ન આવે તેવું સુરક્ષા કવચ દરેક દીકરીઓને આપવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું કાર્યક્રમમાં જણાવ્યું હતું.