- ’ભારતના ઈતિહાસની આ અભૂતપૂર્વ ક્ષણ’, પીએમ મોદીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો.
લોક્સભા ચૂંટણીના ટ્રેન્ડમાં એનડીએનને આંચકો લાગ્યો છે અને ૪૦૦ને પાર કરવાનો નારો આપનાર એનડીએ ૩૦૦ને પાર કરી શકી નથી અત્યાર સુધીના વલણો પરથી સ્પષ્ટ છે કે દેશમાં ગઠબંધન સરકાર બનશે. ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોમાં ભાજપને ભારે નુક્સાન થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ વિપક્ષી ગઠબંધનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કોંગ્રેસે તેને લોકોની જીત ગણાવી છે.
અત્યાર સુધીના પરિણામ અનુસાર એનડીએને ૨૯૨ બેઠકો મળી છે જેમાં ભાજપ ૨૪૦,ટીડીપી ૧૬,જેડીયુ ૧૨ અને એલજેપી ૫ બેઠકો મળી શકે તેમ છે.જયારે ઇન્ડિયા ગઠબંધનને ૨૩૩ બેઠકો જીતી શકે તેમ છે કોંગ્રેસ ૯૯,સપા ૩૭,ટીએમસી ૨૯,રાજદ ૪ ડીએમકે ૨૨ એસએસયુબીટી ૯ બેઠકો પર જીતી શકે છે અન્ય ૧૮ બેઠકો જીતી શકે છે.એનએનડી ૭ વાયએસઆરસીપી બેજેડી ૧ એસએડી ૧ બેઠક છે.
ઉત્તરપ્રદેશમાં ભાજપને ૩૭ દિલ્હીમાં સાત,મધ્યપ્રદેશમાં ૨૯ બેઠકો મળી છે.રાજસ્થાનમાં ભાજપને ૧૪ બેઠકો મળી છે.બિહારની ૪૦ બેઠકોમાંથી ૩૦ એનડીએને મળી છે જયારે મહાગઠબંધનને ૯ બેઠકો મળી છે. જયારે ૧૨ બેઠકો પર જીત થઇ છે.
પીએમ મોદીએ ચૂંટણી પરિણામો બાદ જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું.
હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવું છું.ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પરિણામો પર ભાજપના કાર્યકરોનો આભાર માન્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ’ભાજપની આ ત્રીજી વખત જીત અમારા કાર્યર્ક્તાઓની અથાક મહેનતનું પરિણામ છે. હું આ જીત માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને દેશના દરેક ભાગમાં સખત મહેનત કરી રહેલા ભાજપના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું. ભાજપ માટે તેના કાર્યકરો સૌથી મોટી સંપત્તિ છે. મોદીજી માટે જાહેર આશીર્વાદ મેળવવા માટે તમે બધા જે મહેનતથી શેરીએ-ગલીએ, ઘરે-ઘરે, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ગયા છો, તે ખરેખર પ્રશંસનીય છે. હું તમને આ ભગીરથ પ્રયાસ માટે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. હું ગાંધીનગર લોક્સભા મત વિસ્તારના લોકોને ફરી એકવાર મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ સલામ કરું છું. વિસ્તારના વિકાસ અને વિસ્તારના લોકોની સમૃદ્ધિ અને પ્રગતિ માટે હું દ્રઢ સંકલ્પ સાથે કામ કરતો રહીશ. હું વિકસિત ભારતના નિર્માણમાં ગાંધીનગરની અગ્રણી ભૂમિકા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છું. મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળે અને ગાંધીનગર દેશના સૌથી વિકસિત વિસ્તારોમાંનું એક બને તે સુનિશ્ચિત કરવું હંમેશા મારી પ્રાથમિક્તા રહેશે.
અયોધ્યા લોક્સભા સીટ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ’હું આના પર ટિપ્પણી નહીં કરું, ચૂંટણી થઈ ગઈ છે. વાત એ છે કે દેશના અસલી શંકરાચાર્ય-સંત તેની વિરુદ્ધ બોલ્યા હતા અને તમે અયોધ્યાની જનતાની લાગણી જોઈ, તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેઓ (અયોધ્યાવાસીઓ) મારા કરતાં વધુ કહી શકે છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ’મને ખુશી છે કે વડાપ્રધાન બહુમતનો આંકડો હાંસલ કરી શક્યા નથી. વડા પ્રધાને તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે, તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ કારણ કે તેમણે કહ્યું હતું કે આ વખતે ૪૦૦ને પાર કરી જશે. મેં તમને કહ્યું કે મને ખબર નથી કે તે ૨૦૦ને પાર કરશે કે નહીં. હવે તેણે ટીડીપી અને નીતિશ કુમારના પગ પકડવા પડશે.