દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના ૧૧૦ નવા કેસો નોંધવામાં આવ્યા

નવીદિલ્હી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૦ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૫૦,૨૮,૧૬૩ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

કોવિડના નવા વેરિયેન્ટ ત્નદ્ગ.૧એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી ૧૮ રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ ત્નદ્ગ.૧ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ ૨૦૮૩ દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી ૫,૩૩,૪૭૨ લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૪,૯૩,૭૯૮ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૮૪ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૮૯૩ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૮૧ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૮ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૫૦ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦,૬૭,૯૩,૯૦૦ કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૨૪ લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોને યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (્છઝ્ર) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.