નવીદિલ્હી,લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. મોદીની ગેરંટીના નામથી આ સંકલ્પ પત્રમાં ભાજપે યુવાઓ, મહિલાો, ખેડૂતો અને ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોદી સરકાર ૩.૦માં શું કરવામાં આવશે તેનો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
ભાજપે વાયદો કર્યો કે મોદી સરકારના આગામી કાર્યકાળમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે. ત્રણ રીતની વંદે ભારત ટ્રેન, વંદે ચેર કાર, વંદે સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેન પાટા પર દોડશે. કેટલાક દિવસ પહેલા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પાર્ટીના સંકલ્પ પત્રમાં લખવામાં આવ્યું, ’વર્તમાન સમયમાં મોદી સરકાર ૧૩૦૦થી વધુ રેલ્વે સ્ટેશનોનું વિશ્ર્વસ્તરીય માનકોનો પુનવકાસ કરી રહી છે. અમે વિશ્ર્વસ્તરીય વંદે ભારત, અમૃત ભારત અને નમો ટ્રેનનો વિકાસ અને નિર્માણ કર્યું છે. બીજી તરફ વંદે ભારત સ્લીપર ટ્રેન દ્વારા દેશની જનતા આરામદાયક લાંબા અંતરની મુસાફરી કરી શકશે.
દેશના મુખ્ય શહેરોમાં મેટ્રોનો વિસ્તાર કરવામાં આવશે. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦થી વધુ શહેરોમાં મેટ્રો શરૂ કરવામાં આવી છે. સંકલ્પ પત્રમાં કહેવામાં આવ્યું કે અમે (મોદી સરકાર) પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોર વિકસિત કરી રહી છે. અમે આ બુલેટ ટ્રેન નેટવર્કના વિસ્તાર માટે ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં નવા કોરિડોર માટે ફિઝિબિલિટી સ્ટડી કરીશું.