
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશમાં ૧૨ ચિત્તાના આગમનથી ભારતની વન્યજીવનની વિવિધતાને વેગ મળ્યો છે.આપને જણાવી દઈએ કે આ ૧૨ ચિત્તા શનિવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા અને શ્યોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્ક ખાતે અલગ-અલગ જગ્યાએ છોડવામાં આવ્યા હતા. પાંચ મહિના પહેલા અન્ય આફ્રિકન દેશ નામિબિયામાંથી પણ આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની સંખ્યા હવે વધીને ૨૦ થઈ ગઈ છે.
મધ્યપ્રદેશમાં ચિત્તાના આગમનને લઈને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવેલા ટ્વીટને ટેગ કરતા મોદીએ ટ્વિટર પર લખ્યુ,”આ વિકાસથી ભારતની વન્યજીવ વિવિધતાને વેગ મળ્યો છે.”
ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ ૧૯૪૮માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે ૫ લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયા નહોતા.કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ ૧૦૦૦ ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા.
ચિત્તાઓને ફરથી દેશમાં લાવવા માટે લાંબા સમયથી પ્રોજક્ટ ચાલી રહ્યો છે. આ પ્રયાસ ૭૦ વર્ષ બાદ હવે સફળ થયો છે. જે દેશ માટે પણ ગર્વની વાત છે. વર્ષ ૧૯૭૦ના દશકમાં પણ ઇરાનથી ચિત્તા ભારત લાવવાના પ્રયાસ થયા હતા પરંતુ એ સફળ ના થઇ શક્યા.વર્ષ ૨૦૦૯માં ચિત્તાઓના પુનર્વસન માટે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે આંતરરાષ્ટ્રિય ચિત્તા નિષ્ણાતોની ચર્ચા થઇ.વર્ષ ૨૦૧૦માં વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટે ભારતમાં ચિત્તાના ફરી વસવાટ માટે અનેક ક્ષેત્રોનું સર્વેક્ષણ કર્યું