- હજારોની સંખ્યામાં મુસ્લિમ લોકોએ તાજ મહેલમાં નમાઝ અદા કરીને મુલ્કમાં ખુશહાલી અને તરક્કીની દુઆ માગી.
નવીદિલ્હી, આજે ગુરુવારે દેશભરમાં ઈદ-ઉલ-ફિતરની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા ઈદની શુભકામનાઓ પાઠવી હતી.પ્રયાગરાજમાં નમાજ અદા કરવા આવેલા નમાઝીઓ પર ફૂલ વરસાવવામાં આવ્યા હતા. આગ્રાના તાજમહેલમાં પણ હજારો નમાઝીઓએ ઈદની નમાજ અદા કરી હતી. સિલીગુડીના સ્ટેડિયમમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ માં એશિયાની તાજુલ મસ્જિદમાં સૌ પ્રથમ નમાઝ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન મુફ્તી અબ્દુલ કલામે મુસ્લિમોને ગાય- બળદના વેપારથી દૂર રહેવાની સલાહ આપી હતી.બરેલીમાં નમાઝ દરમિયાન બાળકો ફ્રી પેલેસ્ટાઈન અને સેવ ગાઝાના પોસ્ટર લઈને પહોંચ્યા હતા.ચારમિનાર ખાતે ઈદની નમાજ અદા કરવામાં આવી, મોટી સંખ્યામાં નમાઝીઓ પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના સિલીગુડીના કંજનજંધા સ્ટેડિયમમાં ઈદની નમાજ અદા કરવાનાં આવી હતી.
દરમયાન મધ્યપ્રદેશના ભોપાલની તાજુલ મસ્જિદમાં સૌથી પહેલા નમાઝ અદા કરવામાં આવી, મૌલાનાએ તેમના ભાષણમાં કહ્યું- ગાય- બળદનાના વેપારથી દૂર રહો અહીં શહેરના કાઝી સૈયદ મુસ્તાક અલી નદવીએ નમાઝ અદા કરી હતી. રાજધાની ભોપાલની તાજુલ મસ્જિદમાં ઈદની નમાજ બાદ આપેલા ભાષણમાં મુફ્તી અબ્દુલ કલામે મુસ્લિમોને ગાય- બળદના વેપારથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર મુસ્લિમોની જે ઈમેજ બનાવવામાં આવી રહી છે તેના પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ, ડેપ્યુટી સીએમ અને અજય રાય લખનૌની ઈદગાહ પહોંચ્યા હતાં અને ઇદની શુભેચ્છા પાઠવી હતી યુપીમાં ગુરુવારે ઈદની ઉજવણી કરવામાં આવી હતી.યુપીમાં લગભગ ૨૯ હજાર ૪૩૯ મસ્જિદો અને ૩૮૬૫ ઈદગાહમાં ઈદ-ઉલ-ફિતરની નમાજ અદા કરવામાં આવી હતી. કાનપુરની મોટી ઈદગાહમાં લગભગ બે લાખ લોકોએ પ્રથમ શિટમાં નમાજ અદા કરી હતી.દર વર્ષની જેમ આ વખતે પણ હજારો શ્રદ્ધાળુઓ પટનાના ગાંધી મેદાનમાં ઈદની નમાજ અદા કરવા પહોંચ્યા હતા. ગાંધી મેદાનમાં ૩૦ હજારથી વધુ લોકોએ ઈદની નમાજ અદા કરી હતી. જેમાં સીએમ નીતિશ કુમારે પણ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી લગભગ ૧૫ મિનિટ બાદ ગાંધી મેદાનથી તેમના નિવાસસ્થાન માટે રવાના થયા હતા. આ દરમિયાન તેણે મીડિયા સાથે કોઈ વાત કરી ન હતી.આ ઉપરાંત પશ્ચિમ બંગાળ,રાજસ્થાન ગુજરાત સહિતના રાજયોમાં પણ ઇદ ઉલ ફિતરની નમાજ અદા કરવામાં આવી હતી. તાજમહેલની શાહી મસ્જિદમાં ઈદ-ઉલ-ફિતરની સવાર ૯ વાગ્યે નમાઝ અદા કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં મુસ્લિમ લોકોએ તાજ મહેલમાં નમાઝ અદા કરીને મુલ્કમાં ખુશહાલી અને તરક્કીની દુઆ માગી હતી. આ દરમ્યાન સીઆરએસએફ અને એએસઆઈના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી. દેશમાં અમન ચૈન અને ભાઈચારો બની રહે તેના માટે મોહબ્બતના શહેર આગરામાં તાજમહેલની અંદર આવેલી શાહી મસ્જિદમાં દુઆ માગવામાં આવી હતી. આ દુઆમાં સૈકડોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લીધો હતો. ઈદના અવસર પર તાજમહેલમાં નમાઝીઓનો પ્રવેશ ફ્રી રહે છે, જો કે મુખ્ય ગુંબજ સુધી પહોંચવા માટે ૨૦૦ રૂપિયાની ટિકિટ રાખેલી છે.વર્ષમાં આ નજારો ખૂબ જ ઓછો જોવા મળે છે, જ્યારે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તાજમહેલ પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવે છે. વર્ષમાં બે વાર ઈદ પર અને શાહજહાંના ઉર્સ પર તાજમહેલની અંદર મોટી સંખ્યામાં નમાઝીઓને નમાઝ અદા કરવાની પરવાનગી આપવામાં આવે છે. જો કે, શુક્રવારે સ્થાનિક લોકો નમાઝ અદા કરે છે. નમાઝ દરમ્યાન તાજમહેલમાં સુરક્ષા વ્યવસ્થાની ચૂસ્ત રહે છે. તમામ નમાઝીઓની સુરક્ષા અને ચેકીંગ કર્યા બાદ તાજમહેલમાં એન્ટ્રી આપવામાં આવે છે. ત્યાર બાદ નમાઝીઓ તાજમહેલના મુખ્ય ગુંબજ નજીક પહોંચી નમાઝ અદા કરે છે.