ગોધરા,ડેરોલ સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાંથી મહિલાના ગળામાંથથી મંગળસુત્ર તોડીને નાસી જનાર ગોધરાના બે આરોપીઓને વડોદરા વેસ્ટર્ન રેલ્વે એલસીબી પોલીસે ગોધરા શહેરમાંથી ઝડપી પાડી ગોધરા રેલ્વે પોલીસને સોંપવામાં આવ્યા હતા.
વડોદરા પશ્ચિમ રેલ્વેના પોલીસ અધિક્ષક સરોજ કુમારી દ્વારા મુખ્યત્વે રાત્રિ દરમિયાન રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોના મોબાઈલ ફોન, સરસામાનોમાં લેડીઝ પર્સ, અને ગળામાં પહેરેલા સોનાના દાગીનાઓ લુંટી જનારા નોંધાયેલા વંણ ઉકેલ્યા ગુનાના આરોપીઓને ઝડપી પાડવાના આદેશો પોલીસને આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત વડોદરા વેસ્ટર્ન રેલ્વેની એલસીબી શાખાની ટીમે સતર્ક બની મહિલા મુસાફરનુ મંગળસુત્ર તોડીને ફરાર થઈ ગયેલ ગોધરા બે વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે ચકલી મેદા અને અનસ શોએબ હયાત ને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને ગોધરા રેલ્વે પોલીસને સોંપવામાં આવ્યા હતા.
ગત તા.26 એપ્રિલના રોજની રાત્રિએ શાંતિ એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મહિલા મુસાફર રેખાબેન સાખલાના ગળામાંથી અજાણ્યા ઈસમો મંગળસુત્રને તોડીને ડેરોલ સ્ટેશન ખાતેથી ફરાર થઈ ગયા હતા જે મામલે ગોધરા રેલ્વે પોલીસ મથક ખાતે ગુનો નોંધાયેલો છે.