કાલોલ, કાલોલ તાલુકાના ડેરોલગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પટેલએ જ્યારથી વહિવટ સંભાળ્યો છે, ત્યારથી જ ગામમાં કોઈકને કોઈક કારણસર વિવાદો ઉભા થતા રહ્યા છે. ગામમાં સરપંચ એક જ તરફી વહિવટ સંભાળતા હોવાની પણ અવારનવાર બુમ સંભળાતી હોય છે. ડેરોલગ્રામ પંચાયતનાં વોર્ડ નંબર બે-ત્રણમાં પાણીનાં વેડફાટનાં કારણે રોડ પરથી પસાર થવામાં સ્થાનિક રહીશોને મુશ્કેલી સર્જાતી હોય છે. જેના કારણે ગટર વ્યવસ્થા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છેલ્લા દસ વર્ષની રજૂઆતોને આજ દિન સુધી કોઈએ સાંભળી ન હોવાની લોકબુમ ઊભી થઈ છે. જ્યારે 7 ડીસેમ્બરના રોજ વોર્ડ નંબર બે અને ત્રણની કેટલાક યુવાનો અને મહિલાઓનું એક ટોળું આક્રોશમાં આવી ડેરોલ ગામ પંચાયતના ચોગાડમાં પહોંચ્યું હતું. ભરબપોરે ડેરોલગામ પંચાયત બંધ હોવાના કારણે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. સરપંચ અને ડેપ્યુટી સરપંચને ફોન કરી જાણ કરતા બહાર હોવાનું જણાવી સમયસર પંચાયત પર ન પહોંચતા ટોળું મહિલા સરપંચના ઘર સુધી પહોંચ્યું હતું. કેટલીક મહિલાઓએ તો કામ ન થાય તો સરપંચ પદ્ધતિ રાજીનામું આપવાનો હુરીયો બોલાવ્યો હતો. પરંતુ ઘરે પણ કોઈ મળ્યુ નહીં. જેથી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને પણ સંપર્કો કરી જાણ કરાતા વોર્ડ નંબરનાં પ્રશ્ર્નન અંગેની અરજી પંચાયત ખાતે આપવા જણાવવામાં આવ્યું હતું. જોકે, આ બાબતને લઈ ગ્રામજનોએ લેખિત અરજી તૈયાર કરી ગ્રામ પંચાયતમાં આપવા જતા ડેરોલગામનો વહીવટ સંભાળતા મહિલા સરપંચ પતિ ગ્રામ પંચાયતમાં પહોંચી ખુરશી સંભાળી લોક પ્રશ્નને જલ્દી પડે હલ કરવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.