
ડેરોલ,ડેરોલ ગામ હાઇસ્કૂલમાં વૃક્ષેા રોપણનો કાર્યક્રમ યોજાયો. આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કુલ, ડેરોલ ગામના પ્રિન્સિપાલ અતુલભાઈ પટેલના સ્વ.પિતાજીની જન્મદિવસ તથા સસરાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે તે બંને દિવંગતના સ્મરણાર્થે શાળા પરિસર અને બગીચામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેળવણી મંડળના પદાધિકારીઓ, સભ્યો, વડીલો ડેરોલ ગામ હાઇસ્કૂલ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ સહભાગી બન્યા હતા અને ડેરોલગામ હાઇસ્કૂલમાં વૃક્ષો રોપી વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજયો હતો.