ડીપફેક વીડિયો કેસમાં રશ્મિકા મંડન્નાએ નિવેદન નોંધ્યું નિવેદન, રિલીઝ પહેલા ’એનિમલ’ થઈ ગઈ વાયરલ

મુંબઇ, ’એનિમલ’ ની રિલીઝ પહેલા રશ્મિકા મંડન્નાનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. જે બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. અભિનેત્રીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે. હવે એવા અહેવાલ છે કે રશ્મિકાએ આ મામલે પોતાનું નિવેદન નોંયું છે.

મળતી માહિતી મુજબ, રશ્મિકા મંદન્ના ડીપફેક વીડિયો કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ સેલની આઇએફએસઓ ટીમે મુંબઈમાં અભિનેત્રીનું નિવેદન નોંધ્યું છે. જોકે, આ કેસમાં પોલીસે ૨૧ જાન્યુઆરીએ મુખ્ય આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો. આ વ્યક્તિનું નામ ઇ નવીન છે જેની ઉંમર ૨૩ થી ૨૪ વર્ષ હોવાનું કહેવાય છે. એવું બહાર આવ્યું છે કે રશ્મિકા સિવાય નવીન નામની વ્યક્તિ અન્ય બે સેલિબ્રિટીના સેલેબ પેજ ચલાવે છે. તે અભિનેત્રીના આ પેજ દ્વારા પૈસા અને ફોલોઅપ બંને વધારવા માંગતો હતો.

વાસ્તવમાં, ગયા વર્ષે ૬ નવેમ્બરના રોજ, કાળા કપડામાં એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં મહિલા લિફ્ટની અંદર કંઈક કરતી જોવા મળી રહી છે, વીડિયો જોઈને સ્પષ્ટ થઈ રહ્યું છે કે રશ્મિકાના ચહેરાને કોઈએ એડિટ કરીને તેના શરીર પર લગાવી દીધો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને મામલાની તપાસ શરૂ કરી. ખાસ વાત એ છે કે તે સમયે રશ્મિકા બાદ બોલિવૂડની ઘણી હિરોઈનોના ડીપફેક વીડિયો સામે આવ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ’એનિમલ’ પછી રશ્મિકા ’પુષ્પા ૨’ માટે હેડલાઈન્સમાં છે. આમાં અલ્લુ અર્જુન ફરી એકવાર રશ્મિકા સાથે છે. આ ફિલ્મને લઈને લોકોમાં ઘણી ચર્ચા છે.