પહેલા ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો છોડી હતી, હવે તેના વિરુદ્ધ એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે. જે રીતે ઈઝરાયલે હિઝબુલ્લાહ કમાન્ડરોનું પોસ્ટર બહાર પાડ્યું હતું, તેવી જ રીતે હવે ઈરાન સરકારે પણ પોસ્ટર બહાર પાડ્યું છે. જેમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું નામ ટોચ પર છે. જેમાં લખવામાં આવ્યું છે- ‘સંપૂર્ણ સરકાર, જિંદા યા મુર્દા…આ ઈરાની ગુપ્ત મંત્રાલય દ્વારા વોન્ટેડ છે’ ઈરાન દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ઈઝરાયલના ‘આતંકવાદીઓ’ની યાદી. જે ઈરાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટરમાં સૌથી ઉપર પીએમ બેન્જામિન નેતન્યાહૂનો ફોટો છે. ઇઝરાયલના રક્ષા મંત્રી અને ત્યારબાદ ચીફ ઓફ જનરલ સ્ટાફનું નામ.
જાણો ઈરાનના પોસ્ટરમાં કોણ-કોણ લોકો છે
ઈરાન દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં નીચે ઈઝરાયલી એરફોર્સના કમાન્ડર, નેવીના કમાન્ડર, ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર, ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ, મિલિટરી ઈન્ટેલિજન્સ હેડ, નોર્ધન કમાન્ડના વડા, સેન્ટ્રલ કમાન્ડના વડા અને દક્ષિણી કમાન્ડના વડાનું નામ અને ફોટો દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં કુલ 11 લોકોનાં નામ અને ફોટોઝ છે, જે તમામને ઈરાને તેમના પોસ્ટરમાં ઈઝરાયલના ‘આતંકવાદી’ કહ્યા છે.
ઈરાને જે લોકોને પોસ્ટરમાં વોન્ટેડ તરીકે સામેલ કર્યા છે, તેઓ જ વાસ્તવમાં ઈઝરાયલની અસલી તાકાત છે. પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પછી ઈઝરાયલના નૌકાદળ, જમીન અને વાયુ સેના સાથે જોડાયેલા કમાન્ડરોને ઈરાન આતંકવાદી ગણાવી રહ્યું છે અને તેમને જીવિત કે મૃત ઇચ્છે છે.
લેબનને 50 મિસાઈલોથી હુમલો કર્યો
ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર બુધવારે સવારે લેબનનથી ઈઝરાયલ પર 50 રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ઉત્તર ઇઝરાયલના ગેલીલી શહેર અને આસપાસના વિસ્તારોમાં સાયરન સંભળાયા.જો કે, લેબનનની સરહદ પર સ્થિત ઇઝરાયલના મોટાભાગના ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. હુમલામાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.
ઈરાને આવતીકાલ સુધી તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે
ઈરાને ઈઝરાયલ પર હવાઈ હુમલા બાદ ગુરુવારે (3 ઓક્ટોબર) સવારે 5 વાગ્યા સુધીની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠને આ જાણકારી આપી.આ પહેલા ઈઝરાયલે પણ મંગળવારે રાત્રે ઈરાની હુમલા દરમિયાન લગભગ 1 કલાક માટે તેનું એરસ્પેસ અને બેન ગુરોન એરપોર્ટ બંધ કરી દીધું હતું.