- સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાયા: દાહોદ જીલ્લાની વિવિધ શાળાઓમાં અવનવી પ્રવૃત્તિઓનું આયોજન થયું.
દાહોદ, ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ લોકશાહી પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તથા મતદાન પ્રક્રિયામાં તમામની ભાગીદારી વધે તે હેતુથી દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.
દાહોદ તાલુકાના દેલસર પ્રાથમિક શાળા ખાતે શાળાની વિદ્યાર્થીનીઓએ મહેંદી સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ ની પ્રવૃત્તિ કરી હતી. આ શાળાઓની વિદ્યાર્થીનીઓ,શિક્ષકો તેમજ ચુંટણી માટે નિમાયેલા કર્મયોગીઓના માર્ગદર્શન અંતર્ગત મહેંદી દ્વારા મતદાન જાગૃતિ ના સૂત્રો લખીને તેમજ ડિઝાઇન બનાવીને મતદાનની મહેદી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય અને દાહોદ જીલ્લામાં પણ ચૂંટણી પ્રક્રિયામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને તેમજ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જે દેલસર પ્રાથમિક શાળા ખાતે મહેદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી.