દેલોલ વૃંદાવન હોટલ પાસે મોટરસાયકલ પર જતા માતા પુત્ર અને નાની બાળકીને ઈકો કારે ટક્કર મારતા ત્રણેવ ઈજાગ્રસ્ત

કાલોલ પોલીસ મથકે આજરોજ રવિવારે નોંધાયેલી ફરિયાદની વિગતો જોતા બેઢીયા પાસે ગુલાબસિંહની મુવાડી ખાતે રહેતા દેવાભાઈ હીરાભાઈ પરમારનો પુત્ર જગદીશ પોતાની માતા મણીબેન સાથે ત્રણ વર્ષની ભત્રીજી તન્વીને લઈને ગત તા 31/05 ના રોજ કાલોલ ખાતે સામાજીક કામે જવા મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. ત્યારે દેલોલની આગળ વૃંદાવન હોટલ થી થોડે દૂર એક ઇકો કાર ચાલકે તેઓને મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા ત્રણેય રોડ ઉપર પટકાયા હતા. જેમાં મોટરસાયકલ ચાલક જગદીશભાઈને મોઢાના ભાગે, જમણે હાથે, જમણે પગે ઈજાઓ પહોંચી હતી. તેમજ તેઓની માતાને જમણા હાથે ઈજાઓ થઈ હતી. નાની બાળાને મોઢાના ભાગે તથા બંને હાથે પગે ઈજાઓ પહોંચી હતી. કાલોલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેઓ હાલોલની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં લાબી દવા સારવાર કરાવ્યા બાદ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરી ફરાર થઈ ગયેલા ઈકો કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.