કેન્દ્ર સરકારે ચીનમાં ફેલાતા માયકોપ્લાઝમા ન્યુમોનિયાના દર્દીઓને ભારતમાં શોધવાના દાવાઓને પણ ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. સરકારે ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે એમ્સ દિલ્હીમાંથી પ્રાપ્ત થયેલા તમામ કેસ સાદા ન્યુમોનિયાના છે. આનો ચીનમાં ફેલાતા ન્યુમોનિયા સાથે કોઈ સંબંધ નથી. ભારત સરકારે કહ્યું, ’એઈમ્સ દિલ્હીમાં ચીનમાં ફેલાતા ન્યુમોનિયાના કેસ મળ્યા હોવાનો દાવો કરતા રિપોર્ટ્સ ભ્રામક અને ખોટા છે. સરકારે કહ્યું, ’એઈમ્સ દિલ્હીમાં ન્યુમોનિયાના કેસોનો ચીનમાં બાળકોમાં શ્ર્વાસોશ્ર્વાસના ચેપમાં તાજેતરમાં થયેલા વધારા સાથે કોઈ સંબંધ નથી.’ સરકારે કહ્યું કે જાન્યુઆરી ૨૦૨૩ થી છૈૈંંસ્જી ના માઇક્રો બાયોલોજી વિભાગમાં ૬૧૧ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેમાંથી એકમાં માયકો પ્લાઝ્મા ન્યુમોનિયા મળી આવ્યો નથી. આરોગ્ય મંત્રાલય આના પર નજર રાખી રહ્યું છે.
અગાઉ કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનમાં ફેલાતા માયકોપ્લાઝમા ન્યુમોનિયાના ૭ કેસ દિલ્હીની છૈૈંંસ્જીમાં નોંધાયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દર્દીઓ ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે જોવા મળ્યા હતા.
ભારત સરકાર ચીનમાં બાળકોમાં એચ૯એન૨ કેસ અને શ્ર્વસન સંબંધી રોગોના ફાટી નીકળવાની સ્થિતિ પર નજર રાખી રહી છે અને નિવારણ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ન્યુમોનિયાના સામાન્ય લક્ષણોમાં કફ સાથે અને વગરની ઉધરસ, તાવ, શરદી અને શ્ર્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. ચીનમાં ફેલાયેલા આ રહસ્યમય ન્યુમોનિયા વિશે વાત કરીએ તો તેના લક્ષણોમાં ખાંસી વગરનો તાવ અને ફેફસામાં સોજો આવે છે.