દિલ્હી યુનિવર્સિટીમાં  ઘણી જગ્યાએ ચૂંટણી બહિષ્કારના નારા લખેલા જોવા મળ્યા, એફઆઇઆર દાખલ

દિલ્હી યુનિવર્સિટીમાં અનેક સ્થળોએ દિવાલો પર ચૂંટણી બહિષ્કારના સૂત્રો લખેલા જાવા મળ્યા બાદ દિલ્હી પોલીસે બે એફઆઈઆર નોંધી છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. ભગત સિંહ છાત્ર એકતા મંચ (બીએસસીઈએમ) એ દિવાલો પર લખેલા ‘એક હી રાસ્તા નક્સલબારી’ જેવા સૂત્રોની જવાબદારી લીધી છે.

સ્વ-ઘોષિત યુવા સંગઠને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર સૂત્રોચ્ચારની તસવીરો પોસ્ટ કરી હતી. પોલીસે જણાવ્યું કે ગુરુવારે સવારે પેટ્રોલિંગ દરમિયાન તેઓએ વિસ્તારમાં સૂત્રો લખેલા જાયા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર) મનોજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “આ કેસમાં, ડિફેસમેન્ટ એક્ટ હેઠળ બે એફઆઈઆર નોંધવામાં આવી છે.

ચૂંટણીઓ વચ્ચે કેટલાક તોફાની તત્વોએ ડીયુની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની દિવાલો પર વાંધાજનક સૂત્રો લખ્યા હતા. આરોપીઓએ સ્પ્રે પેઇન્ટનો ઉપયોગ કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત લખી હતી. બીજી તરફ કેટલીક દિવાલો પર માઓવાદ અને નક્સલવાદીઓના સમર્થનમાં નારા પણ લખવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે વિદ્યાર્થીઓએ આ અંગે યુનિવર્સિટી પ્રશાસનને જાણ કરી હતી. બાદમાં ડીયુએ આ અંગે પોલીસને જાણ કરી હતી. તપાસ બાદ મૌરીસ નગર પોલીસ સ્ટેશનમાં પબ્લક પ્રોપર્ટી પ્રોટેક્શન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોજ કુમાર મીનાએ કહ્યું કે દિલ્હી પોલીસ દ્વારા સુઓ મોટુ કોગ્નાઇઝન્સ પર કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલુ છે.

સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ આ કેસમાં ઘણા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે. એક સંસ્થાના નામે સ્લોગન લખવામાં આવ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે સવારે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની કેસરી દિવાલ પર લાલ સ્પ્રે પેઇન્ટથી વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા હતા. સૂત્રોચ્ચાર બીએસસીઇએમ દ્વારા લખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.