દિલ્હીના રાજેન્દ્ર નગરમાં થયેલા અકસ્માત બાદ દિલ્હી સરકાર કોચિંગ સેન્ટરોને નિયમિત કરવા માટે નવો કાયદો લાવી રહી છે. શિક્ષણ મંત્રી આતિષીએ આની જાહેરાત કરી છે.
જેમ ખાનગી શાળાઓ કાયદા હેઠળ નિયમન થાય છે, ખાનગી હોસ્પિટલો કાયદા હેઠળ નિયમન થાય છે, તેવી જ રીતે દિલ્હી સરકાર કોચિંગ સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે કાયદો લાવશે.વધુમાં જણાવ્યું હતું કે તમામ પ્રકારની કોચિંગ સંસ્થાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે. આ કાયદા દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોની લાયકાત, ફી નિયમન, ભ્રામક જાહેરાતો બંધ થશે. કોચિંગ સંસ્થાઓનું નિયમિત નિરીક્ષણ પણ કરવામાં આવશે.
અમે આ માટે એક કમિટી બનાવીશું. જેમાં અધિકારીઓ ઉપરાંત કોચિંગ સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવશે. આ કાયદા માટે પ્રતિસાદ લેવા માટે, એક મેલ બનાવવામાં આવ્યું છે. જેના પર તમારો પ્રતિભાવ આપી શકાય છે.
દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશીએ કહ્યું કે બે મહત્વની બાબતો પ્રકાશમાં આવી છે, પ્રથમ એ છે કે તે વિસ્તારમાં પાણી ભરાવા માટે ગટર જવાબદાર હતી. ત્યાંના તમામ કોચિંગ સેન્ટરો દ્વારા તેનું અતિક્રમણ કરવામાં આવ્યું હતું. જેના કારણે ગટરમાંથી પાણી બહાર નીકળી શક્યું ન હતું.
બીજું, ભોંયરામાં વર્ગો અને પુસ્તકાલય ચાલતું હતું, જે ૧૦૦% ગેરકાયદે હતું. બેઝમેન્ટનો ઉપયોગ પાકગ અને સ્ટોરેજ માટે થઈ શકે છે. પ્રારંભિક અહેવાલના આધારે, એમસીડીએ કાર્યવાહી શરૂ કરી. જવાબદાર જેઈઈને સ્ઝ્રડ્ઢમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. છઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે જલદી સંપૂર્ણ તપાસ રિપોર્ટ બહાર આવે અને આ અધિકારીઓ સિવાય અન્ય કોઈ અધિકારી તેમાં સામેલ હોય. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.