દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરથી આંશિક રાહત, ધૂમ્મસ યથાવત

  • બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકના અમુક ભાગોમાં કોલ્ડવેવની અસર છે.

નવીદિલ્હી,

ઠંડીમાં ઠુઠવાઈ રહેલા ઉત્તર ભારતને આગલા ચાર દિવસ સુધી થોડી રાહત મળવાના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા ચાર દિવસ સુધી રાજધાની દિલ્લી અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડવેવની સંભાવના નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ૨ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયા છે. જેના કારણે સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના છે. આના પરિણામે પશ્ર્ચિમી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ થવાના અણસાર છે. પંજાબ, હરિયાણા, દિલ્લી અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં ધૂમ્મસ છવાયેલુ રહેશે. હવામાન વિભાગે જણાવ્યુ કે આવનારા દિવસોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સુધી જઈ શકે છે. જમ્મુ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય અને ત્રિપુરાના અમુક વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે. વળી, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકના અમુક ભાગોમાં કોલ્ડવેવની અસર છે.

૧૩ જાન્યુઆરી બાદ કોલ્ડવેવ અને ધૂમ્મસથી રાહત મળી શકે છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીથી થોડી રાહત મળી છે. વળી, આના કારણે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધવામાં આવ્યો છે. રાજસ્થાના ચુરુમાં સૌથી ઓછુ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ છે. ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને ૫૦ મીટર રહી ગઈ છે. જેના કારણે માર્ગ અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ઘણી ટ્રેનો લેટ ચાલી રહી છે આગલા ૩ દિવસ સુધી શીતલહેરની સંભાવના નહિવત ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં શીતલહેરનો કહેર યથાવત છે.

આગલા ૨૪ કલાકમાં અનેક સ્થળોએ ગાઢ ધૂમ્મસ અને શીત લહેરનુ અનુમાન છે. જનજીવન પર પણ કડાકાની ઠંડીની અસર જોવા મળી રહી છે. ઈટાવામાં સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન ૨.૮ ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ દેશના ઉત્તર-પશ્ર્ચિમ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી વૃદ્ધિ થઈ શકે છે. આના કારણે આગલા ૩ દિવસ સુધી શીતલહેરની સંભાવના નહિવત છે. અમુક સ્થળોએ વરસાદની સંભાવના હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ૧૪ જાન્યુઆરી સુધી પશ્ર્ચિમી હિમાલયમાં હળવાથી સારો વરસાદ થવાના અણસાર છે. ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનુ અનુમાન છે. પશ્ર્ચિમ વિક્ષોભના કારણે પંજાબ, હરિયાણા, પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ અને આની પાસેના વિસ્તારોમાં વરસાદના અણસાર છે.