દિલ્હી, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ , ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

  • દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા, તીવ્રતા ૭.૭ની નોંધાઇ.

નવીદિલ્હી,

દિલ્હી, એનસીઆર સહિત લગભગ સમગ્ર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા.દિલ્હી એનસીઆરમાં હમણાં જ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા ખૂબ જ તીવ્રતાવાળા હતા. ભૂકંપના આંચકા અનુભવતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર આવી ગયા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૭ માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી જશે. સવારે લગભગ ૧૦.૧૭ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ભયાનક આંચકા ત્યારે અનુભવાયા જ્યારે મોટાભાગના લોકો રાત્રિભોજન પછી સૂવાની અથવા આરામ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઈ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાન તરફ દોડવા લાગ્યા. ભૂકંપનો આ તાજેતરનો આંચકો એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર કે શેરીમાં હતા, તેઓએ ચોક્કસ અનુભવ્યું. હાલ લોકો ગભરાટમાં છે.

આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૬ માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ ૧૦.૧૭ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેઓએ લગભગ ૪૫ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રિક્ટર સ્કેલ પર ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભારતમાં પણ એની અસર જોવામાં આવી. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ , ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ગભરાઇને જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા. દિલ્હી-દ્ગઝ્રઇ, ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં લોકોએ આખી રાત પસાર કરી.

નોઈડા હાઇટ પાર્ક સોસાયટીમાં રહેનારી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે સૌથી પહેલા ડાઇનિંગ ટેબલને હલતા જોયું. પછી પંખા પણ હલી રહ્યા હતા. પહેલા તો ગભરાઇ ગયા. પછી ભૂકંપનો અહેસાસ થયો. તીવ્રતા ખૂબ જ વધારે હતી. લગભગ ૧૫ સેકન્ડ સુધી અમે એનો અનુભવ કર્યો. દિલ્હીમાં એક કેબમાલિક રમેશ પવારે કહ્યું હતું કે જ્યારે હું કનૉટ પ્લેસ પાસે યાત્રીઓની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તેણે ભૂકંપનો અનુભવ કર્યો હતો. અચાનક મારી કાર હલવા લાગી. મેં તરત બૂમો પાડી અને મારા મિત્રોને આ અંગે જણાવ્યું.

દક્ષિણ દિલ્હીના લાજપતનગરની રહેવાસી જ્યોતિએ કહ્યું હતું કે તે જોઈ રહી હતી, ત્યારે અચાનક તેણે જોયું કે ટીવી અને સોફો હલી રહ્યો છે. શરૂઆતમાં તેણે ઇગ્નોર કર્યું, પરંતુ જ્યારે તેના પતિને જણાવ્યું ત્યારે તેઓ ઘરની બહાર આવી ગયાં.

આ વખતે ભૂકંપના ઝટકા એમપીના ગ્વાલિયર, ભોપાલમાં પણ અનુભવ થયો હતો. લોકોએ થોડી સેકન્ડ માટે ધ્રુજારીનો અનુભવ કર્યો હતો . શહેરમાં ઊંચાં બિલ્ડિંગ્સમાં રહેનારા લોકો તો રસ્તા ઉપર આવી ગયા હતા. ભૂકંપને લઈને લોકોમાં ભય જોવા મળ્યો.

જયપુર, સિકર, કરૌલી સહિત રાજસ્થાનના અનેક જિલ્લામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં પણ લોકો ઘરની બહાર આવી ગયા. એકબીજાને ફોન કરીને ભૂકંપ આવ્યો છે એની જાણકારી આપી હતી. બિકાનેર, જોધપુર, અલવર, ગંગાનગર, અજમેર, ઝુંઝુનુંમાં લોકો ઘરમાંથી બહાર આવ્યા હતા. પોતાના સંબંધીઓ અને પરિચિતોને ફોન કરીને એની જાણકારી પણ આપી, જેથી બધા સુરક્ષિત પોતાના ઘરની બહાર આવી જાય. આવી જ સ્થિતિ પંજાબ, જમ્મુ-કાશ્મીર, યુપી અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ રહી.

ધરતીકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્ર (એપીસેન્ટર)માંથી નીકળતી ઊર્જાના તરંગો દ્વારા માપવામાં આવે છે. સેંકડો કિલોમીટરમાં ફેલાયેલી આ તરંગથી આંચકા આવો છે. ધરતીમાં તિરાડો પણ પડે છે. જો ધરતીકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે, જેના કારણે ભારે વિનાશ કરી શકે છે.

૨૬ ડિસેમ્બર ૨૦૦૪માં ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ અને પછી સુનામીના કારણે અંદમાન-નિકોબાર ટાપુનો ઈંદિરા પોઈન્ટ ડુબી ગયો હતો. આ ટાપુ સુમાત્રાથી ૧૩૮ કિમી દુર આવેલો છે. અહીંયા એક જ લાઈટ હાઉસ છે જેનું ઉદ્ધાટન ૩૦ એપ્રિલ ૧૯૭૨ના રોજ થયું હતું. તે ભારતની એકદમ દક્ષિણમાં આવેલું છે અને તેને ભારતનું અંતિમ બિન્દુ પણ કહેવામાં આવે છે. તેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીના નામ પર રાખવામાં આવ્યું હતું. ઈંદિરા પોઈન્ટનું લાઈટ હાઉસ ભારત થઈને મલેશિયા અને મલક્કા જતા જહાજોને માર્ગ બતાવવાનું કામ કરે છે.