દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોને હરિયાણા પોલીસની ચેતવણી

નવીદિલ્હી, દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો જેસીબી સહિત અનેક મોટી મશીનરીનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન, હરિયાણા પોલીસે મશીનોના માલિકોને ચેતવણી આપી છે. બુધવારે, પોલીસે માલિકોને પ્રદર્શનકારીઓને મશીનો આપવાનું ટાળવા કહ્યું. જો તેમ ન થાય તો કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

પોલીસે લખ્યું, ’પોકલેન, જેસીબીના માલિકો અને ઓપરેટરો: કૃપા કરીને વિરોધીઓને સાધનસામગ્રી ન આપો. કૃપા કરીને આ મશીનોને પ્રદર્શન સાઇટ પરથી દૂર કરો. આ મશીનોનો ઉપયોગ સુરક્ષા દળોને નુક્સાન પહોંચાડવા માટે થઈ શકે છે. આ બિનજામીનપાત્ર ગુનો છે અને તમને દોષિત ઠેરવી શકાય છે.

પોલીસના બેરિકેડ અને ટીયર ગેસના શેલ બાદ હવે ખેડૂતો જેસીબી મશીન, અર્થમૂવર, બુલડોઝર અને ગેસ માસ્ક જેવા સાધનો લઈને આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખેડૂતોનો મુકાબલો કરવા માટે પોલીસ બુલડોઝર પણ લાવી છે. આ ઉપરાંત, સરકારે કોંક્રિટ બોલાર્ડ્સ અને શિપિંગ કન્ટેનર જેવા પગલાં લેવાની પણ તૈયારી કરી છે.

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, ‘પઅમે સરકારને કહ્યું છે કે તમે અમને મારી શકો છો પરંતુ મહેરબાની કરીને ખેડૂતોને ત્રાસ ના આપો. અમે વડા પ્રધાનને વિનંતી કરીએ છીએ કે તેઓ આગળ આવે અને ખેડૂતો માટે સ્જીઁ ગેરંટીના કાયદાની જાહેરાત કરીને આ વિરોધનો અંત લાવેપ દેશ આવી સરકારને માફ નહીં કરેપ હરિયાણાના ગામડાઓમાં અર્ધલશ્કરી દળો તૈનાત છેપ શું ગુનો છે? અમે પ્રતિબદ્ધ છીએ. અમે તમને વડાપ્રધાન બનાવ્યા છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે દળો અમારા પર આ રીતે જુલમ કરશેપ કૃપા કરીને બંધારણની રક્ષા કરો અને અમને શાંતિથી દિલ્હી તરફ જવા દો, આ અમારો અધિકાર છેપ’

અહીં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ ખેડૂતોને હાઈવે પર ટ્રેક્ટરનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું, ‘મોટર વ્હીકલ એક્ટ મુજબ તમે હાઇવે પર ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ કરી શક્તા નથી. તમે ટ્રોલીમાં અમૃતસરથી દિલ્હી જઈ રહ્યા છો. હરિયાણા પોલીસે પંજાબ પોલીસને પણ મંગળવારે બુલડોઝર જપ્ત કરવા કહ્યું છે.