નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ફરિયાદો પર ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે ૧૬ માર્ચનો સમય આપ્યો છે. તેણે આમાંથી મુક્તિની માગણી કરતી અરજી દાખલ કરી હતી. કેજરીવાલે કોર્ટ પાસે માંગ કરી હતી કે તેમને કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહેવામાં ન આવે. દિલ્હીની સેશન્સ કોર્ટે આજે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે.
અગાઉ, એડિશનલ સેશન્સ જજ રાકેશ સયાલે ગુરુવારે કેજરીવાલ અને ઈડ્ઢની દલીલો સાંભળી હતી જેમાં મેજિસ્ટ્રેટ કોર્ટના પ્રથમ આદેશના મામલામાં કેજરીવાલને ૧૭ ફેબ્રુઆરીએ બોલાવવામાં આવ્યા હતા. નીચલી કોર્ટે ૭ ફેબ્રુઆરીએ આ આદેશ જારી કર્યો હતો. સેશન્સ જજ ૭ માર્ચના છઝ્રસ્સ્ના બીજા આદેશ સામે કેજરીવાલની અરજી પર શુક્રવારે દલીલો સાંભળશે. આ આદેશ હેઠળ કેજરીવાલને ૧૬ માર્ચે સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
કોર્ટમાં કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ દલીલ કરી હતી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માત્ર પ્રચાર માટે દિલ્હી મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ તેમની અંગત હાજરી માંગી રહી છે. તેમણે કહ્યું કે મેજિસ્ટ્રેટ સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રીની વ્યક્તિગત હાજરીથી કોઈ હેતુ પૂરો થશે નહીં. ગુપ્તાએ કહ્યું, હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે મને છૂટ આપવામાં આવે. તેઓ અહીં આવીને શું મેળવશે? શું આ માત્ર પ્રચાર માટે છે? એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ ઈડી માટે હાજર થઈને કહ્યું કે તેઓએ ગેલેરીમાં રમવાનું બંધ કરવું જોઈએ. અમે પ્રચાર માટે કંઈ નથી કરી રહ્યા.