દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

આજે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આજે હળવા વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે હળવા વરસાદ સાથે આકાશ આંશિક વાદળછાયું રહેશે.

આ સમયગાળા દરમિયાન, મહત્તમ તાપમાન ૩૬ અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જો કે હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે બુધવાર અને ગુરુવારે ભારે વરસાદ પડશે. આવી સ્થિતિમાં લોકોને ભેજવાળી ગરમીથી રાહત મળી શકે છે. બીજી તરફ રાજધાનીમાં આજના ભારે વરસાદ બાદ મિન્ટો રોડ પરના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારબાદ એક ઓટો સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી.

બીજી તરફ ગાઝિયાબાદમાં સવારે લગભગ ૬ વાગ્યાથી વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે કરહેરા રોટરીથી યુપી ગેટ તરફ જતા એલિવેટેડ રોડ પર વાહનોની લાંબી ક્તારો લાગી ગઈ હતી. ઈન્દિરાપુરમ સીઆઈએસએફ-કાનાવાણી રોડથી ઉપરના એલિવેટેડ રોડ સુધી જામના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.