નવીદિલ્હી,
: દિલ્હી નગર નિગમ ચૂંટણી ૨૦૨૨માં ચોથી વાર જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ મોટો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. જે અંતર્ગત ગુરુવારે ભાજપે વચનપત્ર જાહેર કર્યું છે. તેમાં કહેવાયુ છે કે, ’જ્યાં ઝૂંપડા, ત્યાં મકાન’ દિલ્હી પ્રદેશ ભાજપ અયક્ષ આદેશ ગુપ્તા અને ભાજપ સાંસદ મનોજ તિવારીએ ગુરુવારે પાર્ટીનું વચન પત્ર જાહેર કર્યું છે.
ઝૂંપડામાં રહેનારા લોકોને ઘર આપવાનું સપનું બતાવીને ભારતીય જનતા પાર્ટી લોકોને પોતાની સાથે જોડવાની કોશિશ કરી રહી છે. તે અંતર્ગત પાર્ટીએ નગર નિગમ ચૂંટણીના પ્રચારની વચ્ચે વિશેષ અભિયાન શરુ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યાં ઝૂંપડા ત્યાં મકાન યોજનામાં સામેલ થનારા લોકોનો ફોર્મ ભરાશે.
અહીં ઉલ્લેખનિય છે કે, ભાજપ પહેલા જ કહી ચુક્યુ છે કે, દિલ્હી વિકાસ પ્રાધિકરણ લગભગ ૨૫ હજાર લેટ બનાવી રહ્યું છે. તબક્કાવાર રીતે તેને તૈયાર કરીને પાત્ર લોકોને સોંપવામાં આવશે. આવનારા દિવસોમાં હજૂ પણ વધારે લેટ બનશે, જેનાથી દિલ્હી ઝૂંપડામુક્ત થઈ જશે.