નવીદિલ્હી,
એમસીડી ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થયાં છે.જેમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છ. આપને ૧૩૪, ભાજપને ૧૦૪ અને કોંગ્રેસે ૯ તેમજ અપક્ષે ૩ સીટો પર જીત મેળવી છે.
ચુંટણી પરિણામ બાદ આપે રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચૂંટણીનાં પરિણામો પર પ્રતિક્રિયાઓ આપતા કહ્યું કે તે દિલ્હીનાં લોકોનો અભિનંદન માને છે. આ ઘણી મોટી જીત છે. દિલ્હીનાં લોકોને ઘણી શુભેચ્છા,આઇ લવ યુ ટુ દિલ્હીનાં લોકોએ પોતાના દિકરા-ભાઇને આશીર્વાદ આપ્યાં છે. અમે રાત-દિવસ મહેનત કરીને સ્કૂલ અને હોસ્પિટલોને બરાબર કર્યાં છે.
સીએમ કેજરીવાલે કહ્યું કે ’આજે દિલ્હીનાં લોકોએ દિલ્હીને સાફ કરવાની જવાબદારી આપી છે. હું દિલ્હીની જનતાનો આ ઉપકાર ક્યારેય નહીં ચૂકાવી શકું.’ દિલ્હીમાં આપ કાર્યાલય પર ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન આપ કાર્યર્ક્તાઓએ નારા લગાવ્યાં કે ’ભ્રષ્ટાચારનો એક જ કાળ, કેજરીવાલ’
દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ એમસીડી ચૂંટણીમાં આપની જીત માટે દિલ્હીની જનતાને ધન્યવાદ કહ્યું અને બોલ્યાં કે દુનિયાની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીની હાર થઇ છે. તેમણે કહ્યું કે આ માત્ર એક જીત નથી પરંતુ દિલ્હીને સ્વચ્છ અને વધુ સારૂં બનાવવાની મોટી જવાબદારી છે.