દિલ્હીના કાંઝાવાલા જેવી ઘટના યુપીમાં ઘટી, ટ્રકચાલકે સ્કૂટી સવાર મહિલાને ૧ કિમી સુધી ઘસડી, ઘટનાસ્થળે જ મોત

દિલ્હીના કંઝાવાલા જેવી ઘટના યુપીના બાંદા જિલ્લામાં પણ જોવા મળી છે. અહીં એક ઝડપભેર ટ્રકે સામેથી સ્કૂટી પર સવાર મહિલાને ટક્કર મારી હતી.

ટક્કર બાદ ટ્રક સ્કૂટી પર સવાર મહિલાને ખેંચીને લગભગ એક કિલોમીટર દૂર લઈ ગઈ હતી. જેના કારણે સ્કૂટીમાં આગ લાગી અને થોડી જ વારમાં ટ્રક પણ આગની લપેટમાં સળગવા લાગી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમાં સ્કુટી સહિતની મહિલા બળીને રાખ થઈ ગઈ હતી. મહિલાની ઓળખ પુષ્પા સિંહ તરીકે થઈ છે, જે એક યુનિવસટીમાં ક્લાર્ક તરીકે તૈનાત હતી.

તમને જણાવી દઈએ કે આ આખો મામલો બાંદા જિલ્લાના કોતવાલી વિસ્તારના મવાઈ સાથે સંબંધિત છે, જ્યાં એક ઝડપી ટ્રકે સ્કૂટી પર સવાર કૃષિ યુનિવસટીના કર્મચારી પુષ્પ સિંહને આગળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ સ્કૂટી પર સવાર મહિલા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. અથડામણ છતાં ડ્રાઈવરે ટ્રક ન રોકી અને ભગાડીને ભાગવા લાગ્યો. જેના કારણે સ્કુટીમાં આગ લાગી હતી અને ટ્રક પણ સળગવા લાગી હતી. આ અકસ્માતમાં ટ્રકની નીચે ફસાઈ ગયેલી પુષ્પા દાઝી ગઈ હતી. જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ મૃતક મહિલાના પતિનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. લખનૌની રહેવાસી પુષ્પા સિંહ તેના પતિના અવસાન બાદ બાંદા કૃષિ યુનિવસટીમાં ક્લાર્ક તરીકે નિયુક્ત થઈ હતી. પુષ્પા નોકરી પરથી પરત ફરતી વખતે એક ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે.

આરોપી ટ્રક ચાલક ઘટના બાદથી ફરાર છે. સૂત્રોનું માનીએ તો, ટ્રક ચાલક નશાની હાલતમાં હતો, જેણે અકસ્માતમાં સ્કૂટી અથડાઈ ગઈ હોવાની જાણ થયા પછી પણ ૧ કિલોમીટર સુધી ટ્રક ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ જ્યારે ટ્રકમાં આગ લાગી ત્યારે પોતાને બચાવવા ડ્રાઈવરે ટ્રક રોકી અને બુંદેલખંડ એક્સપ્રેસ વે તરફ ભાગ્યો હતો.