દિલ્હીના હૌજખાસમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, પુણે પોલીસના દરોડા

નવીદિલ્હી, પુણે પોલીસે દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં મોટી સફળતા મળી છે અને લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અગાઉ પુણેમાંથી ૧૧૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં પુણે પોલીસે ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ જપ્ત કર્યા છે. સતત અભિયાન ચલાવી રહેલી પુણે પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા આરોપીઓની ધરપકડ કરી છે.

એવી આશંકા છે કે આ સમગ્ર નેટવર્ક કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાગ હોઈ શકે છે.પુણે પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી સતત દરોડા પાડી રહી છે. અગાઉ ક્રાઈમ બ્રાન્ચની મદદથી પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પુણેમાંથી જ અત્યાર સુધીમાં ૧૧૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે દિવસમાં ૧૧૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ૬૦૦ કિલો મેફેડ્રોન જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે અનિલ સાબલે નામના કારખાના માલિકની પણ ધરપકડ કરી છે. આ પહેલા ૧૯ ફેબ્રુઆરીએ ૫૫ કિલો એમડી મળી આવ્યું હતું. સોમવારે, ક્રાઈમ બ્રાન્ચે ત્રણ ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી રૂ. ૩.૫ કરોડની કિંમતના સ્ડ્ઢ જપ્ત કર્યા હતા.