દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પણ ગરીબ બાળકોના શિક્ષણમાં કૌભાંડ કર્યું છે.: સુકેશનો આરોપ

નવીદિલ્હી,

૨૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં દિલ્હીની જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે મીડિયાને પત્ર લખીને કેજરીવાલ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. સુકેશે આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પણ ગરીબ બાળકોના શિક્ષણમાં કૌભાંડ કર્યું છે.

સુકેશે દાવો કર્યો છે કે બાળકોને ટેબલેટના વિતરણ માટે તૈયાર કરવામાં આવેલા પહેલા ડ્રાફ્ટમાં ચીનની એક કંપની પાસેથી મારા મારફત ટેબલેટ ખરીદવામાં આવી રહ્યા હતા, પરંતુ બીજી કંપનીએ ૨૦% વધુ કમિશનની લાલચ આપી, પછી કેજરીવાલ સરકારે ટેન્ડર મને ન આપીને, તે બીજા કોઈને આપવાનું નક્કી થયું.

સુકેશ ચંદ્રશેખરે સ્કૂલના બાળકોની સ્ટેશનરીમાં ગોટાળાનો પણ આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં સુકેશે કેજરીવાલ પર અલગ-અલગ કોન્ટ્રાક્ટ દ્વારા એક હજાર કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો. સુકેશ દાવો કરે છે કે ૨૫ માર્ચ, ૨૦૧૭ના રોજ કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મારા જન્મદિવસ પર ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ ગીત ગાયું હતું, પરંતુ પૈસાના લોભને કારણે તેમનું વચન તોડ્યું હતું. સુકેશે સીએમ કેજરીવાલને કહ્યું કે, “તમે મને ઠગ કહો છો, પરંતુ તમે સૌથી મોટા કૌભાંડી છો.”

સુકેશે દાવો કર્યો હતો કે સરકારના વખાણ કરતો લેખ એક આંતરરાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત થયો હતો, તે પણ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન દ્વારા મારા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સુકેશે પોતાના પત્રમાં લખ્યું છે કે, “મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જેમ તમે જાણો છો, ઇડીએ મને કસ્ટડીમાં લીધો કે તરત જ મિસ્ટર ચતુર્વેદી, જે તમારા અને સત્યેન્દ્ર જૈનના હવાલા ઓપરેટર છે, તેમને પણ મારા કેસમાં સમન્સ મોકલવામાં આવ્યું હતુ.

સુકેશે પત્રમાં આગળ લખ્યું, “ઇડીએ શેલ કંપનીના ઓપરેટરને પણ સમન્સ જારી કર્યા છે જે સત્યેન્દ્ર જૈન અને તમારા માટે કામ કરતા હતા. ચાર દિવસ પહેલા, ઈડી સમક્ષ મારા નિવેદનોમાં, મેં તમારા, સત્યેન્દ્ર જૈન અને ચતુર્વેદીના રહસ્યો જાહેર કર્યા હતા. તમે તરત જ સત્યેન્દ્ર જૈનને મંત્રી પદ પરથી હટાવી દીધા, જ્યારે તમે નવ મહિના સુધી આ નિર્ણય લીધો ન હતો.