દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જલ બોર્ડને સીએજી દ્વારા ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે

નવીદિલ્હી, દિલ્હી જલ બોર્ડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડનું કેગ દ્વારા ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કેજરીવાલ સરકાર છેલ્લા ૧૫ વર્ષનું ઓડિટ કરાવશે. પાણી બોર્ડમાં ગેરરીતિઓ અંગે પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા.

સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા ૧૫ વર્ષના રેકોર્ડનું ઓડિટ કરવામાં આવશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડનું ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી જલ બોર્ડમાં કથિત અનિયમિતતાઓને લઈને ગયા મહિનાથી ભાજપ અને આપ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.

૨૦૧૭ થી કથિત એકાઉન્ટિંગ અનિયમિતતાઓનો ઉલ્લેખ કરતા, કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ આપ સરકાર હેઠળ દિલ્હી જલ બોર્ડમાં રૂ. ૩,૭૩૫ કરોડનું કૌભાંડ આચર્યું છે. આ આરોપોનો જવાબ આપતા આપે કહ્યું કે ભાજપ તેના સ્વભાવ પ્રમાણે દિલ્હીવાસીઓની પ્રગતિને અવરોધવા માટે એક નવો રસ્તો લઈને આવ્યો છે. આપએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કોઈ કેન્દ્રીય મંત્રી માટે પોતાના લોકોને સમપત ’પ્રામાણિક’ સરકાર પર આવા મનઘડત આરોપો લગાવવા યોગ્ય નથી.

મીનાક્ષી લેખીએ, બીજેપી દિલ્હી એકમના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, આરોપ લગાવ્યો કે દરેક ઓર્ડરની કિંમત ૫ લાખ રૂપિયાથી ઓછી રાખીને ૬૦૦ કરોડ રૂપિયાના ૧૨,૦૦૦ વર્ક ઓર્ડર માટે ટેન્ડર જારી કરવાનું ટાળવામાં આવ્યું હતું. સચદેવાએ કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ કૌભાંડની તપાસ સીબીઆઇ અને ઈડીને સોંપવી જોઈએ. તેમણે કહ્યું કે જો તેઓ આમ નહીં કરે તો ભાજપ ઉપરાજ્યપાલને આમ કરવા વિનંતી કરશે. લેખીએ આક્ષેપ કર્યો હતો કે આપ અને કેજરીવાલ આરોપ લગાવતા હતા કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતની આગેવાની હેઠળની સરકાર દરમિયાન પાણીના ટેક્ધર માફિયાઓ અસ્તિત્વમાં હતા, પરંતુ તેઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે.

૨૦૧૭ થી એકાઉન્ટ્સ જાળવવામાં આવ્યા નથી અને તેઓ વિગતો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે કહ્યું. પુસ્તકોમાંથી રૂ. ૧,૬૦૧ કરોડના હિસાબો ગાયબ છે અને ડીજેબીના નાણાકીય નિવેદનો અને બેક્ધ સમાધાન નિવેદનો વચ્ચે રૂ. ૧,૧૬૭ કરોડનો તફાવત છે. ઉપરાંત, રૂ. ૧૩૫ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ બિનહિસાબી છે. લેખીએ આરોપ મૂક્યો હતો કે નાણાકીય હિસાબી અનિયમિતતાઓ, ગોઠવણો અને પુન: ગોઠવણો, ગુમ થયેલ ફિક્સ ડિપોઝિટ અને સમાન અનિયમિતતાઓને કારણે વિવિધ હેડ હેઠળ રૂ. ૩,૭૩૫ કરોડનું નુક્સાન થયું હતું. કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું