
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે કેન્દ્ર સરકારનું બજેટ દેશના વિવિધ ભાગોમાંથી લોકો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સનું મિશ્રણ છે. આ ટેક્સના ફાળામાં દિલ્હીના લોકોનો મોટો હિસ્સો છે. દિલ્હીના લોકો આવકવેરા પેટે રૂ. ૨ લાખ કરોડથી વધુ અને કેન્દ્રીય જીએસટીમાં રૂ. ૨૫ હજાર કરોડથી વધુ ચૂકવે છે. જ્યારે દિલ્હીના લોકો ૨.૫ લાખ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવે છે, તો તેનો કેટલોક હિસ્સો પરત મેળવવો તે દિલ્હીની જનતાનો અધિકાર છે.
તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર તેના ટેક્સનો એક ભાગ અન્ય રાજ્યોને આપે છે પરંતુ અમને અમારા ટેક્સમાંથી એક રૂપિયો પણ પાછો મળતો નથી. આ બે લાખ કરોડ રૂપિયામાંથી ૫% દિલ્હીની જનતાનો અધિકાર છે, તેથી દિલ્હીની જનતા વતી દિલ્હી સરકારની માંગ છે કે આ વખતે આ રકમનો ઉપયોગ દિલ્હીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે કરવામાં આવે, જેથી વીજળીમાં વધુ સુધારો કરવામાં આવે. અને કેન્દ્રીય બજેટમાંથી ૧૦ હજાર કરોડ રૂપિયા દિલ્હીને આપવામાં આવે.
આતિશીએ કહ્યું કે દિલ્હીના લોકોએ ગયા વર્ષે ૩૫ હજાર કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યા હતા. કેજરીવાલ સરકારે આ પૈસા દિલ્હીની જનતા પર ખર્ચ્યા. આ પૈસા દિલ્હીના લોકોને ૨૪ કલાક મફત વીજળી, મફત સારવાર, રસ્તા અને લાયઓવર જેવી સુવિધાઓ આપવાનું કામ કરે છે. આ સાથે દિલ્હીએ કેન્દ્ર સરકારને આવકવેરા તરીકે રૂ. ૨.૦૭ લાખ કરોડ આપ્યા. તે જ સમયે, દિલ્હીવાસીઓએ ય્જી્ના રૂપમાં કેન્દ્રને ૨૫ હજાર કરોડ રૂપિયા આપ્યા. આ કુલ રૂ. ૨.૩૨ લાખ કરોડ હતો. કેન્દ્ર સરકારને ૨.૩૨ લાખ કરોડ રૂપિયા આપ્યા પછી પણ કેન્દ્ર સરકારે દિલ્હી પર એક રૂપિયો પણ ખર્ચ કર્યો નથી.
તેમણે કહ્યું કે ૫ લાખ કરોડ રૂપિયાનો ટેક્સ મુંબઈથી કેન્દ્ર સરકારને જાય છે. તેના બદલામાં કેન્દ્ર મહારાષ્ટ્ર સરકારને ૫૪ હજાર કરોડ રૂપિયા આપે છે. બેંગલુરુમાંથી પણ લગભગ રૂ. ૨ લાખ કરોડનો આવકવેરો કેન્દ્રને જાય છે. તેના બદલામાં કેન્દ્રને ૩૩ હજાર કરોડ રૂપિયા મળે છે. ૨ લાખ કરોડથી વધુનો ટેક્સ દિલ્હીથી કેન્દ્રને જાય છે પરંતુ બદલામાં તેમને કંઈ મળતું નથી. આ વખતના બજેટમાં દિલ્હીની જનતાની માંગ છે કે દિલ્હીને તેનો અધિકાર મળવો જોઈએ.