દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં મળનારી સુવિધાઓમાં ઘટાડો કરાયો

નવીદિલ્હી,

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલ માં મળનારી સુવિધાઓ ઘટાડી દેવામાં આવી છે.આઇજી દ્વારા રચાયેલી સમિતિની ભલામણ પર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને જેલમાં મળનારી સુવિધાઓમાં કમી કરવામાં આવી છે.જેલ માંથી ટેબલ ખુરશી હટાવી દેવામાં આવ્યા છે.જેલમાં મેનુએલનો ભંગ કરવાને કારણે ૧૫ દિવસ સુધી તેમની મુલાકાત પર રોક લગાવી દેવામાં આવી છે.

એ યાદ રહે કે તાજેતરમાં જ સત્યેન્દ્ર જૈનની તિહાડ જેલથી અનેક એવી વીડિયો સામે આવી છે જેમાં તે મસાજ કરતા જેલના ડીજીની સાથે બેઠક કરતા નજરે આવી રહ્યાં છે.જેનની આ વિડીયો પહેલા સુકેશ ચંદ્રશેખરે પણ એલજીને પત્ર લખી સત્યેન્દ્ર જૈનને જેલમાં વીઆઇપી સુવિધા મળવાનો આરોપ લગાવ્યો હતો.

જે વીડિયો સામે આવ્યો હતો તેમાંથી કેટલાક લોકો સત્યેન્દ્ર જૈનના સેલની સફાઇ કરતા નજરે આવી રહ્યાં હતાં.સેલમાં એક વ્યક્તિ સારી રીતે પોતુ લગાવી રહેલો નજરે પડી રહ્યો હતો ત્યારબાદ એક વ્યક્તિ આવી જૈનની પથારીને સેટ કરતો જોવા મળ્યા હતાં સેલમાં એક વ્યક્ત જૈન માટે મિનિરલ વોટરની બોટલ લાવતો નજરે પડી રહ્યો હતો.