દાહોદ,
દિલ્હી-મુંબઈ કોરીડોરમાં માટી પુરાણ માટે તળાવમાંથી માટી લઈ જવાનુ કામ ચાલુ થવાનુ છે. ગામમાં જવા-આવવા માટે એકમાત્ર રોડ ગ્રામ પંચાયત વડેલાથી સ્મશાન રોડ હતો તે કોરિડોરના કામ દરમિયાન તોડી નાંખવામાં આવ્યો છે. કોરીડોર રોડ ઓથોરિટીએ ગામ માટે સર્વિસ રોડ બનાવેલ નથી અને એક રોડ હતો તે પણ તેમના દ્વારા નસ્તનાબુદ કરી દેવામાં આવ્યો છે. આથી કામ શરૂ કરતા પુર્વે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેના કારણે કોરીડોરના જવાબદાર અધિકારી અને કર્મચારી તેમજ ગ્રામજનો વચ્ચે મિટીંગ થઈ હતી. જેમાં વડેલા ગ્રામ પંચાયતથી વડેલા સ્મશાન જવાનો ડામર રોડ તેમની કામગીરીમાં લોડિંગ વાહનોની અવરજવરના કારણે તુટ્યો હોવાની રજુઆત કરવામાં આવી હતી ત્યારે રસ્તાના રિપેરીંગ કરી પછી કામ ચાલુ કરીશુ એવી બાંહેધરી જવાબદારો દ્વારા આપવામાં આવી હતી. જો કે વડેલા ગામના નાગરિકોની જાનમાલની પરવા કર્યા વિના રોડનુ માટી પુરાણ કામ રિપેરીંગ કામ ચાલુ કરી દેતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.